Surat : એક જ મહિનામાં 1.60 લાખથી વધુ RTPCR ટેસ્ટ, રાઉન્ડ ધ ક્લોક ફરજ પર સુરત સિવિલનો માઇક્રોબાયોલોજી વિભાગ

|

Feb 10, 2022 | 9:59 AM

ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં કોવિડ ટેસ્ટીંગનું ભારણ વધતા સ્ટાફની સાથે પોતે પણ શિફટવાઇઝ 32 થી 33 કલાક ફરજ અદા કરી છે . સમયસ૨ કોવિડ -19 નો રિપોર્ટ આપવા માટે રાજ્ય સરકાર તરફથી એક નવી લેબની સુવિધા ઉભી કરવામાં આવી છે , જેનાથી ટેસ્ટીંગ કામગીરીમાં ઘણી રાહત થઇ છે .

Surat : એક જ મહિનામાં 1.60 લાખથી વધુ RTPCR ટેસ્ટ, રાઉન્ડ ધ ક્લોક ફરજ પર સુરત સિવિલનો માઇક્રોબાયોલોજી વિભાગ
Microbiology Department of Surat Civil Hospital (File Image )

Follow us on

કોરોનાની(Corona ) ત્રીજી લહેરમાં(Third Wave ) સુરતની નવી સિવિલના માઇક્રોબાયોલોજી(Microbiology ) વિભાગના 106 જેટલા તબીબો અને ટેકનિશ્યનો 7 હજાર થી વધુ સેમ્પલની ચકાસણી કરે છે . ફક્ત જાન્યુઆરી 2022 ના માસ દરમિયાન આ ટીમ દ્વારા 1.60 લાખથી વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં છે . આ સમયગાળા દરમિયાન આ એક – એક કર્મીઓ દ્વારા સતત દૈનિક 12 થી 15 કલાક જેટલી કામગીરી કરવામાં આવી હતી .

કોરોનામુક્ત દર્દીઓને વહેલી તબીબી સારવાર ઉપલબ્ધ થાય સાથે ઝડપથી સ્વસ્થ થાય તે માટે આ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક 24 બાય 7 પ્રમાણે કામગીરી કરી રહ્યાં છે . તેઓની કામગીરી ત્રણ શિફટમાં વિભાજીત હોવા છતાં પણ તેમણે ઓવરટાઇમ કરીને 24 કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કરી સમાજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી છે .

આ લેબમાં ફરજ પરના તબીબો અને ટેકનિશ્યન સ્ટાફ , કોમ્પ્યુટર ઓપરેટર , સર્વન્ટ સહિતના 106 કર્મયોગીઓ આરટીપીસીઆર ટેસ્ટીંગ માટે જીવના જોખમે કાર્ય કરી રહ્યાં છે , અને દૈનિક 7 હજાર થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરે છે . દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યાં બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે . એટલે જ સેમ્પલના સચોટ ટેસ્ટીંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે .

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

જેથી માઇક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઇન્ટેઇન્સની જવાબદારી પણ વધી ગઇ છે , પણ આ લેબનો દરેક આરોગ્યકર્મી પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યાં છે . માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.સુમેયા મુલ્લાં જણાવે છે કે , લેબ કર્મચારીઓએ દિવસ રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં જે રીતે કામગીરી કરી હતી , તેનાથી વિશેષ કામગીરી ત્રીજી લહેરમાં નિભાવી રહ્યાં છે .

ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં કોવિડ ટેસ્ટીંગનું ભારણ વધતા સ્ટાફની સાથે પોતે પણ શિફટવાઇઝ 32 થી 33 કલાક ફરજ અદા કરી છે . સમયસ૨ કોવિડ -19 નો રિપોર્ટ આપવા માટે રાજ્ય સરકાર તરફથી એક નવી લેબની સુવિધા ઉભી કરવામાં આવી છે , જેનાથી ટેસ્ટીંગ કામગીરીમાં ઘણી રાહત થઇ છે .

ડિપાર્ટમેન્ટમાં 49 ટેકનિકલ સ્ટાફ , 10 સર્વન્ટ , 18 ડોકટ૨ , 29 ડેટા ઓપરેટર મળી કુલ 106 સ્ટાફગણ ફરજ બજાવી રહ્યાં છે . જેમાંથી 12 જેટલા કર્મયોગીઓ કોરોના સંક્રમિત થયાં હતા , અને તમામ સ્વસ્થ થઇને ફરી પાછા ડ્યુટીમાં જોડાઇ ચૂક્યા છે .

આ પણ વાંચો :

SMC : હવેથી પાલિકાના તમામ હેલ્થ સેન્ટરો પર લોહી પેશાબની તપાસ વિનામૂલ્યે કરાશે

Surat : કોરોના છતાં સુરતમાંથી નિકાસ 4 વર્ષમાં 7 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઇ, અમેરિકા, યુરોપના દેશોમાં કાપડ હીરાની માગ સૌથી વધારે

Next Article