Surat : હવે કાદરશાની નાળ, રૂપાલી કેનાલ, ભટાર અને ભીમરાડમાં મેટ્રોના થાંભલા અને સ્ટેશનનું કામ ઝડપથી આગળ વધ્યું

|

Apr 29, 2022 | 10:00 AM

સુરત મેટ્રોના (Metro ) એલિવેટેડ રૂટના સૌથી સંવેદનશીલ ભાગ એવા મજુરા ગેટમાં હજુ કામ શરૂ થયું નથી. અધિકારીઓનું કહેવું છે કે મજુરા ગેટ પર મેટ્રોના એલિવેટેડમાં સૌથી લાંબા થાંભલા ઉભા કરવાના છે. તેની ઊંચાઈ 18 મીટર હશે.

Surat : હવે કાદરશાની નાળ, રૂપાલી કેનાલ, ભટાર અને ભીમરાડમાં મેટ્રોના થાંભલા અને સ્ટેશનનું કામ ઝડપથી આગળ વધ્યું
Surat Metro Project (File Image )

Follow us on

સુરત મેટ્રો (Metro ) પ્રોજેકટના પહેલા સ્ટેશનનું (Station ) નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. કાદરશાની નાળમાં મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર સંકુલમાં 16 થાંભલા  (Pilar) ઉભા કરવામાં આવી રહ્યા છે. આ થાંભલાઓ પર સ્ટેશન બનાવવામાં આવશે. સ્થાનિક લોકોના વિરોધને કારણે લાંબા સમયથી અહીં કામ શરૂ થઈ શક્યું નહોતું. આ સિવાય થોડા મહિના પહેલા મેટ્રોની સાઈટ પર એક બાળક પતંગ પકડવા દોડતા ફસાઈ ગયો હતો. તેનું અવસાન થયા બાદ કામ પર અસર પડી હતી.

મજુરા ગેટ પર 18 મીટર ઉંચો થાંભલો બનાવવાની યોજના, પરંતુ માત્ર બેરીકેટીંગ, કામ થયું નથી

સુરત મેટ્રોના એલિવેટેડ રૂટના સૌથી સંવેદનશીલ ભાગ એવા મજુરા ગેટમાં હજુ કામ શરૂ થયું નથી. અધિકારીઓનું કહેવું છે કે મજુરા ગેટ પર મેટ્રોના એલિવેટેડમાં સૌથી લાંબા થાંભલા ઉભા કરવાના છે. તેની ઊંચાઈ 18 મીટર હશે. મજુરા ગેટ પર અત્યાર સુધી માત્ર બેરીકેટીંગ કરવામાં આવ્યું છે. ફ્લાય ઓવર બ્રિજ પણ છે, જેના કારણે પિલરની લંબાઈ વધશે. મજુરા ગેટ સામે રૂપાલી કેનાલમાં મેટ્રોનું કામ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે મજુરા ગેટ પર મેટ્રો સ્ટેશન પણ બનાવવામાં આવનાર છે. આ માટેની કામગીરી હજુ શરૂ થઈ નથી. કામ શરૂ થતાં એક મહિનો લાગશે.

ડિઝાઇન મંજુર થવાથી ભીમરાડ માં પણ અટકેલું કામ ફરી શરૂ થયું

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં ભીમરાડમાં મેટ્રોના પ્રથમ 6 પિલર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે, ડિઝાઇન મંજૂર કરવામાં વિલંબને કારણે કોંક્રીટ ભરી શકાયું નથી. અધિકારીઓએ જણાવ્યું કે હવે ડિઝાઇનને મંજૂરી મળી ગઈ છે. જેના કારણે કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીં ટૂંક સમયમાં મેટ્રો સ્ટેશનનું નિર્માણ શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે તમામ મડાગાંઠ સમાપ્ત થઈ ગઈ છે અને સ્ટેશનનું કામ શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે સુરત મેટ્રોની લાઇન-1માં ડ્રીમ સિટીથી કાદરશા ની નાળ વચ્ચેના 11 કિલોમીટરના એલિવેટેડ રૂટમાં પિલર ઉભા કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. કાદરશાહ ના નાળામાં 6 થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે. તેના પર સ્ટેશન બનાવવામાં આવશે.

આ પણ વાંચો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article