Surat : મેટ્રોની કામગીરી અને ઠેર-ઠેર ખોદકામ, રાજમાર્ગના વેપારીઓની સિઝન પહેલાં જ હાલત કફોડી

|

Jul 04, 2022 | 3:25 PM

રાજમાર્ગના વેપારીઓની(Traders ) અગાઉ પણ એ ફરિયાદ રહી હતી કે કોરોના પછી માંડ માંડ ધંધો બેઠો થયો હતો, ત્યાં હવે મેટ્રોની કામગીરીને કારણે અમારા ધંધા પર અસર પડી છે.

Surat : મેટ્રોની કામગીરી અને ઠેર-ઠેર ખોદકામ, રાજમાર્ગના વેપારીઓની સિઝન પહેલાં જ હાલત કફોડી
Metro project work in Surat (File Image )

Follow us on

સુરત મહાનગર પાલિકા(SMC) દ્વારા  શહેરમાં મેટ્રોની કામગીરીના ધમધમાટ વચ્ચે હાલ ભાગળ (Bhagal ) રાજમાર્ગના વેપારીઓની હાલત કફોડી થવા પામી છે. એક તરફ મેટ્રો (Metro )કામગીરીને પગલે અડધો રસ્તો બ્લોક થઈ ગયો છે તો બીજી તરફ દુકાનની સામે જ ખોદકામને કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આગામી દિવસોમાં રક્ષાબંધન – ગણેશોત્સવ સહિતના તહેવારોની સિઝન વચ્ચે રાજમાર્ગમાં ટ્રાફિકની સમસ્યા સહિતની હાલાકીને કારણે વેપારીઓની ધંધા પર સીધી અસર પડે તેની ચિંતા સતાવી રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી બાદ માંડ માંડ પાટે ચઢેલા વેપાર – ધંધા વચ્ચે રાજમાર્ગના વેપારીઓ માટે હજી અચ્છે દિન દુર હોય તેવું ભાસી રહ્યું છે. હાલ ચોમાસાની સિઝનના પ્રારંભ વચ્ચે મેટ્રોની કામગીરીને પગલે અડધો રસ્તો બ્લોક થઈ જવા પામ્યો છે ત્યારે બીજી તરફ ખોદકામને કારણે ટુવ્હીલરો પણ રસ્તા વચ્ચે પાર્ક કરવાની નોબત આવી છે.

આ સ્થિતિમાં આગામી દિવસોમાં તહેવારોની સિઝન છતાં ખરીદદારો ટ્રાફિક જામની સ્થિતિને પગલે રાજમાર્ગથી બે ગજ અંતર રાખે તેવી ચિંતા વેપારીઓની સતાવી રહી છે. રક્ષાબંધન, નવરાત્રી અને ગણેશોત્સવ સહિતની ખરીદી જુલાઈ મહિનાના અંતથી શરૂ થઈ જતી હોય છે તેમ છતાં હજી આગામી દિવસોમાં આ હાલાકી દુર થાય તેવી શક્યતા નહિવત હોવાને કારણે વેપારીઓના આ વર્ષે સિઝનનો ધંધો નિષ્ફળ જાય તેવી ભીતિ સતાવી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજમાર્ગના વેપારીઓની અગાઉ પણ એ ફરિયાદ રહી હતી કે કોરોના પછી માંડ માંડ ધંધો બેઠો થયો હતો, ત્યાં હવે મેટ્રોની કામગીરીને કારણે અમારા ધંધા પર અસર પડી છે. ચોમાસા દરમ્યાન તો વધારે હાલાકી પડી રહી છે. આગામી દિવસોમાં તેની અસર અમારા ધંધા પર પડશે. અન્ય એક વેપારીનું કહેવું છે કે અમારો મેટ્રો પ્રોજેક્ટ સામે  કોઈ વિરોધ નથી. વિકાસના કામમાં અમે અવરોધરૂપ થવા માંગતા પણ નથી. પરંતુ અમારા ધંધા રોજગાર પર તેની અસર પડી રહી છે તે ખોટું છે. હાલ ચોમાસામાં પણ મેટ્રોની કામગીરી કોર્પોરેશન દ્વારા ચાલુ રાખવામાં આવી છે. અને ખોદકામ કરવાથી મુશ્કેલીઓ ઓર વધી છે.

Next Article