Surat : શહેરમાં વધતા અકસ્માતના પગલે મેયર એક્શન મોડમાં, ટ્રાફિક ડીસીપી સહિત અનેક અધિકારીઓએ કરી સરપ્રાઈઝ વિઝીટ, જુઓ Video

Surat : શહેરમાં વધતા અકસ્માતના પગલે મેયર એક્શન મોડમાં, ટ્રાફિક ડીસીપી સહિત અનેક અધિકારીઓએ કરી સરપ્રાઈઝ વિઝીટ, જુઓ Video

| Edited By: | Updated on: May 16, 2023 | 1:09 PM

સુરત શહેરના પાલ આરટીઓ રોડ અને ગૌરવ પથ વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં ગમખ્વાર અકસ્માતના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે આજ રોજ મેયર હેમાલીબેન બોઘાવાલાએ ટ્રાફિક ડીસીપી તેમજ મનપાના અધિકારીઓ સાથે સ્થળ વિઝીટ કરી હતી

સુરત શહેરના પાલ આરટીઓ રોડ અને ગૌરવ પથ વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં ગમખ્વાર અકસ્માતના ( Accident ) બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે આજ રોજ મેયર હેમાલીબેન બોઘાવાલાએ ટ્રાફિક ડીસીપી તેમજ મનપાના અધિકારીઓ સાથે સ્થળ વિઝીટ કરી હતી અને અકસ્માતના બનાવો રોકવા જરૂરી પગલા લેવા માટે સુચના આપી હતી.

સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. આ ઉપરાંત છેલ્લા એક સપ્તાહ દરિમયાન પાલ ગૌરવપથ રોડ તેમજ પાલ આરટીઓ પાસે ગમખ્વાર અકસ્માતના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે આજે મેયર હેમાલીબેન બોઘાવાલાએ આ સ્થળોની વિઝીટ કરી હતી. આ દરમ્યાન ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી, મનપાના અધિકારીઓ, ટ્રાફિક-બીઆરટીએસ સેલના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :Surat : સચિન તેંડુલકરની સહી વાળું બેટ ઓકશનમાં મુકાયું, બેટ પર લાગી આટલા લાખની બોલી

મેયરે અકસ્માત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ સ્થાનિક રહીશો સાથે સ્થળ ઉપર રૂબરૂ ચર્ચા કરી હતી. આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી સઘન મોનીટરીંગ કરવા, ભારે વાહનોની અવર જવરનો સમય નિર્ધારિત કરી તેમની ગતી મર્યાદાને અંકુશમાં મુકવા, જરૂરી અંતરે સ્પીડ બ્રેકરો મુકવા બાબતે જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા તત્કાલ અહી યોગ્ય ટ્રાફિક નિયમન કરવા જરૂરી નિર્દેશો આપ્યા હતા.

મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે પાલ સ્થિત બાગબાન સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી ઘણા અકસ્માતો થયા છે. અને સ્થાનિક કોર્પોરેટરોની વારંવાર રજૂઆતના કારણે આજે સ્થાનિક કોર્પોરેટર, ટ્રાફિક ડીસીપી તેમજ મનપાના અધિકારીઓ સાથે સ્થળ વિઝીટ કરી હતી. અને ત્યાં અકસ્માતના બનાવો રોકવા સ્પીડ બ્રેકર બનાવવા, સ્પીડ લીમીટના બોર્ડ લગાવવા તેમજ અકસ્માતના બનાવો રોકવા જે પણ પગલા ભરવાની જરૂર છે તે અંગેની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.

 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો