Surat : મોજશોખ પુરા કરવા ચોરી કરતા ત્રણ આરોપીઓને કતારગામ પોલીસે પકડી પાડ્યા

|

Aug 11, 2022 | 4:45 PM

પુછપરછ(Inquiry ) દરમ્યાન ચોરી કરવાનુ કારણ મોજ શોખ પુરા કરવા ચોરી કરતા હોવાનુ પ્રાથમિક તપાસમા જાણવા મળેલ છે.

Surat : મોજશોખ પુરા કરવા ચોરી કરતા ત્રણ આરોપીઓને કતારગામ પોલીસે પકડી પાડ્યા
Katargam police arrested three accused who were stealing for fun

Follow us on

સુરતના(Surat ) કતારગામ (Katargam )વિસ્તારમાં આવેલા વાળીનાથ ચોક પાસે વિહાર સોસાયટી વિભાગ 1 માં રહેતા સુપરવાઈઝરના પત્ની (Wife ) પુત્ર સાથે કામ અર્થે સાંજે બહાર ગયા હતા ત્યાર બાદ પુત્ર માતાને ઘરે મૂકી પિતાને મળવા ગયો હતો ત્યારે કોઈ ચોર ઈસમો 1.79 લાખની મત્તા ચોરી ફરાર થયા હતા. ત્યાં ચોક પોલીસે ગણતરીના કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

સુરતના કતારગામ વાળીનાથ ચોક પાસે વિહાર સોસાયટી વિભાગ 1 માં રહેતા અને ધોળકીયા ગાર્ડનમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા વૃદ્ધના બંધ ઘરનું તાળું તોડી ચોર ગત રવિવારે સાંજે સોના-ચાંદીના દાગીના, રોકડ, ટી.વી. મળી રૂ.1.79 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો. જેમાં મુજબ મૂળ મહેસાણાના વિસનગરના ભાલક ગામના વતની અને સુરતમાં કતારગામ વાળીનાથ ચોક પાસે વિહાર સોસાયટી વિભાગ 1 શેષકૃપા ફ્લેટ્સ ફ્લેટ નં.201 માં રહેતા 65 વર્ષીય ભોગીલાલભાઈ બબલદાસ નાયક કતારગામ ધોળકીયા ગાર્ડન ખાતે સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.

તેમના પત્ની હંસાબેન ઘરકામ કરે છે જયારે 30 વર્ષીય અપરણિત પુત્ર સતીષ લક્ષ્મી ડાયમંડમાં નોકરી કરે છે. ગત રવિવારે સવારે 7.45 કલાકે ભોગીલાલભાઈ નિત્યક્રમ મુજબ નોકરીએ ગયા હતા. જયારે તેમના પત્ની અને પુત્રને રજા હોય તેઓ ઘરે જ હતા. સાંજે ચાર વાગ્યે સતીષ માતાને લઈ શાકભાજી લેવા સિંગણપોર માર્કેટ ગયો હતો અને ત્યાંથી તેઓ વરાછા ઉમિયા માતાના મંદિરે દર્શન કરી 5.30 વાગ્યે ઘરે પહોંચ્યા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

તસ્કરોએ કર્યો હાથફેરો :

માતાને ફ્લેટની નીચે ઉતારી સતીષ ઢોસાવાળાને ત્યાં જવાનું કહી નીકળ્યો હતો અને સાંજે 6 વાગ્યે પિતાની પાસે પહોંચી તેમની સાથે વાત કરતો હતો ત્યારે જ ઘરેથી હંસાબેને ફોન કરી ચોરી થયાની જાણ કરતા તેઓ ઘરે દોડી ગયા હતા. તેમની ગેરહાજરીમાં ત્રાટકેલા ચોરે બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી કે ડુપ્લીકેટ ચાવીથી ખોલી પ્રવેશ્યા બાદ બેડરૂમમાં મુકેલા લોખંડના કબાટનું લોક તોડી અંદર તિજોરીનું પણ લોક તોડી 25 ગ્રામ સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદીના દાગીના, રોકડા રૂ.10 હજાર અને હોલમાંથી ટી.વી. મળી કુલ રૂ.1,79,500 ની મત્તાની ચોરી કરી હતી. બનાવ અંગે ભોગીલાલભાઈએ ચોકબજાર પોલીસ મથકમાં ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોજશોખ માટે કરતા હતા ચોરી :

ચોક બજાર પોલીસને ખાનગી રહે માહિતી મળી હતી કે કે વાળીનાથ ચોક નજીક કરેલી ચોરીને ઈસમો સુરતના એક જગ્યાએ ફરી રહ્યા છે. તેના આધારે ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઇ અને સર્વિસના માણસો માહિતીના આધારે અને સીસીટીવીના આધારે આ ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડી અને આરોપીઓને પકડી પાડ્યા હતા. અને પુછપરછ દરમ્યાન ચોરી કરવાનુ કારણ મોજ શોખ પુરા કરવા ચોરી કરતા હોવાનુ પ્રાથમિક તપાસમા જાણવા મળેલ છે.

આરોપીઓના કબ્જામાંથી સોનાના ઘરેણા નંગ 10 ની કુલ કિ.રૂ – 1,26,288,ચાંદીના ઘરેણા નંગ 13 ની કુલ કિ.રૂ – 30,296/ SAMSUNG કંપનીનુ LED TV નંગ – 1 કિ.રૂ -20 હજાર અને રોકડા રૂપિયા -10 હજાર ઉપરાંત આરોપીઓએ ગુનામા ઉપયોગ કરેલ બાઇક કબ્જે કરવામાં આવ્યું છે.

પકડાયેલ આરોપીનું નામ –

(૧) હર્ષદભાઇ કાનજીભાઇ પ્રજાપતી

(૨) નિતેશભાઇ ભીખાભાઇ ઘોઘારી

(૩) સતિષ દિપકભાઇ ઘોઘારી

Next Article