Surat: શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ લેતા ભૂલકાઓના પગ કંકુના કરાયા, યાદગીરી માટે માતાપિતાને અપાશે

|

Jun 23, 2022 | 10:23 PM

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 8 જેટલી ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે, જે ભારતની કોઈપણ સરકારી શાળામાં આપવામાં આવતું નથી.

Surat: શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ લેતા ભૂલકાઓના પગ કંકુના કરાયા, યાદગીરી માટે માતાપિતાને અપાશે
Footprint of students with Kanku (File Image )

Follow us on

રાજ્યભરની સરકારી (Government ) શાળાઓમાં આજથી પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. હવે તો ખાનગી (Private ) શાળાઓની સરખામણીમાં સરકારી શાળાઓમાં પણ સારું શિક્ષણ (Education ) અને ઉચ્ચતમ સુવિધાઓ આપવામાં આવે છે અને આ જ કારણ છે કે હવે વધતી મોંઘવારી વચ્ચે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળાની જગ્યાએ સરકારી શાળામાં મુકવાનું વધુ પસંદ કરે છે. રાજ્યભરમાં આજે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આજે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 1માં પ્રવેશ લેનાર નાના ભૂલકાઓના પગની છાપ લેવામાં આવી હતી.

સામાન્ય રીતે ઘરોમાં જ્યારે બાળકનો પ્રવેશ થાય ત્યારે ઘણા પરિવારોને તેને યાદગીરીરૂપે સાચવવા માટે આવું કરતા હોય છે પણ સુરત કોર્પોરેશન દ્વારા પહેલી જ વખત આ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં શાળામાં પ્રથમ પગલું મુકતા તેમના પગ કંકુના કરવામાં આવ્યા હતા અને પછી તેના ફોટા પાડીને તેને ફોટો ફ્રેમમાં મૂકીને સંતાનોના વાલીઓને આપવામાં આવશે. શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશની સાથે શાળામાં પહેલુ પગલું શિક્ષકોને અને વાલીઓને યાદગીરી રૂપે જળવાઈ રહે તે હેતુથી આ પ્રયોગ કરવામાં આવ્યો હોવાનું શિક્ષણ સમિતિના સંચાલકો જણાવી રહ્યા છે. આ નવતર પ્રયોગ ફક્ત સુરતમાં જ કર્યો હોવાનું માલુમ પડ્યું છે.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 8 જેટલી ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે, જે ભારતની કોઈપણ સરકારી શાળામાં આપવામાં આવતું નથી. સુરત એ મીની ભારત કહેવાય છે, ત્યારે અહીં અલગ અલગ પ્રાંતમાંથી લોકો આવીને રહે છે, ત્યારે તેમના સંતાનોને તેમની માતૃભાષામાં શિક્ષણ મળી રહે તે હેતુથી અલગ અલગ પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આ ઉપરાંત અહીં મોડેલ સરકારી સ્કૂલો પણ કાર્યરત છે, જ્યાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટરથી ઉચ્ચતમ શિક્ષણ કરાવવામાં આવે છે. આ જ કારણ છે કે ખાનગી શાળાઓની સરખામણીમાં સુરતની સરકારી શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ દર વર્ષે વધારો થાય છે.

Next Article