Surat: જોધપુરની કુખ્યાત 007 ગેંગે કાપડની દુકાનમાંથી 15 લાખની ચોરી કરી, ગેંગના ચાર સભ્યોની ધરપકડ

|

Jan 28, 2023 | 5:02 PM

સુરતના ચૌટામાં સાડી-ડ્રેસની દુકાનમાં દોરડા વડે છતથી પ્રવેશ કરી જોધપુરની 007 ગેંગે 15 લાખથી વધુની ચોરી કરી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ કેસના 4ને ઝડપી પાડયા છે .સુરતના ચૌટા બજારમાં સાડી તથા ડ્રેસ મટીરીયલ્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. તસ્કરો દુકાનમાંથી 15.16 લાખની રોકડ તેમજ કેમેરાનું ડીવીઆર ચોરી કરીને ફરાર થઇ ગયા હતા

Surat: જોધપુરની કુખ્યાત 007 ગેંગે કાપડની દુકાનમાંથી 15 લાખની ચોરી કરી, ગેંગના ચાર સભ્યોની ધરપકડ
Surat Crime Branch

Follow us on

સુરતના ચૌટામાં સાડી-ડ્રેસની દુકાનમાં દોરડા વડે છતથી પ્રવેશ કરી જોધપુરની 007 ગેંગે 15 લાખથી વધુની ચોરી કરી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ કેસના 4ને ઝડપી પાડયા છે .સુરતના ચૌટા બજારમાં સાડી તથા ડ્રેસ મટીરીયલ્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. તસ્કરો દુકાનમાંથી 15.16 લાખની રોકડ તેમજ કેમેરાનું ડીવીઆર ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.આ ઘટનામાં જોધપુરની કુખ્યાત 007 ગેંગની સંડોવણી બહાર આવી છે.સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ ઘટનામાં દુકાનના કર્મચારી સહીત 4 ઈસમોની ધરપકડ કરી છે.

દુકાનમાંથી 15.16 લાખની રોકડ તેમજ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરી ફરાર

સુરતના ચૌટાબજારમાં મહાવીર ફેર પ્રાઈસ ક્લોથ શોપ નામની સાડી તથા ડ્રેસ મટીરીયલસની દુકાન આવેલી છે. આ દુકાનમાં ગત 18 જાન્યુઆરીના રોજ ચોરીની ઘટના બની હતી.અજાણ્યા તસ્કરો દુકાનની લોખંડની જારી સાથે દોરડું બાંધી ધાબા ઉપર ચડી ધાબા ઉપર લોખંડની જારીનું તથા લાકડાના દરવાજાનો લોક તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. અને દુકાનમાંથી 15.16 લાખની રોકડ તેમજ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

જોધપુરની કુખ્યાત 007 ગેંગ આ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી

આ મામલે દુકાન માલિક પ્રકાશભાઈ મેરતવાલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ ગુનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી.આ ગુનામાં તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે જોધપુરની કુખ્યાત 007 ગેંગ આ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી છે અને આ ગેંગના મુખ્ય સાગરિત ગુલાબસિંગ અને તેનો ભાઈ પ્રયાગસિંગ છે. આ ગેંગ હથિયારો સાથે ઘરફોડ, વાહનચોરી, આમર્સ એક્ટ વિગેરે ગુનાઓ આચરવાની ટેવ વાળા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમ રાજસ્થાન ગઇ હતી

પોલીસને મળેલ માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમ રાજસ્થાન ગઇ હતી. અને ત્યાંથી પ્રયાગ સિહ દેવીસીહ જોધાને ઝડપી પાડ્યા હતા. તેની સઘન પૂછપરછ કરતા તેની સાથે વધુ બે આરોપી સંડોવાયેલા હોવાનું સામે આવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ ઘટનામાં કુલ પ્રવીણપૂરી અમરપૂરી ગૌસ્વામી, અનુપસિહ રણછોડ સિહ રાજપૂત, શ્રવણ અનારામ બનજારા અને પ્રયાગસિંગ દેવીસિંગ જોધાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોહિતકુમાર શ્રી કિશનએ આ દુકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો

જોધપુર 007 ગેંગના બે મુખ્ય સાગરીતોને રાજસ્થાનથી ઝડપી પાડ્યા બાદ તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દુકાનમાં ચોરી કરવા પહેલા ગુલાબસિંગ જોધા અને મોહિતકુમાર શ્રી કિશનએ સરથાણા વિસ્તારમાંથી એક બાઈકની ચોરી કરી હતી અને આ બાઈક પર ચૌટાબજારમાં રેકી કરી હતી અને બાદમાં ત્યાં ચા વેચવાનો ધંધો કરતા એક ઈસમને રૂપિયાની લાલચ આપી દુકાનમાં રહેતી રકમ અંગે માહિતી એકત્ર કરી હતી. બાદમાં ૦૦૭ ગેંગના સાગરીતો પૈકી આરોપી દલ્લારામ ઉર્ફે દલપત પટેલ તેમજ મોહિતકુમાર શ્રી કિશનએ આ દુકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો.

આ ગુનામાં ઝડપાયેલા આરોપી પૈકી આરોપી પ્રવીણપૂરી અમરપૂરી ગૌસ્વામી દુકાનમાં સેલ્સમેં તરીકે નોકરી કરે છે.જ્યારે અનુપસિહ રાજપૂત ચૌટામાં ચાની હોટેલ ચલાવતો હતો.  જીરો સેવન ગેંગના બંને ભાઈઓએ રૂપિયાની લાલચ આપી આ બંનેને પોતાની તરફ ખરીદી લીધા હતા. અને જેને લઇ રૂપિયાની લાલચે 007 ગેંગના સાગરીતોને દુકાન વિશેની તમામ માહિતી પૂરી પાડી હતી.જે આધારે આરોપીઓએ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.

ગેંગના મુખ્ય સૂત્ર ધારોને દુકાનમાં ચોરી કરવા સુધીની તમામ ગોઠવણ વેચાઈ ગયેલા દુકાનના કર્મચારીએ જ કરી આપી હતી. દુકાન બંધ થાય તે પહેલા સેલ્સમેન તરીકે કામ કરતા પ્રવીણ પુરી ગોસ્વામી એ છતમાં જાળી સાથે દોરડું બાંધીને નીચે લટકાવી રાખ્યું હતું. જેને આધારે માર્કેટ બંધ થઈ ગયા પછી તસ્કરો દોરડા મારફત થી દુકાનની છાપ ઉપર ચડી ગયા હતા.

વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો

જેને આસાનીથી દુકાનમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો.પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૩૯,૫૦૦, ૨૨,૫૦૦ ની કિમતના ૫ મોબાઈલ તેમજ એક બાઈક કબજે કરી હતી અને પોલીસ તપાસમાં અઠવા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરી અને સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

આ ઝડપાયેલો આરોપી પ્રયાગસિહ જોધા રીઢો ગુનેગાર છે અને ભૂતકાળમાં રાજસ્થાનમાં તેની સામે આર્મ્સ એક્ટના ૪ ગુના પણ નોંધાયેલા છે જયારે પ્રવીણ પૂરી ગૌસ્વામી વિરુદ્ધ સુરત રેલ્વેમાં પ્રોહીબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધાયો હતો.

Next Article