સુરત: ઔદ્યોગિક નીતિ-2026ની જાહેરાત છતા સરકારી GR અદ્ધરતાલ, અબજો રૂપિયાના પ્રોજેક્ટ લટકી પડ્યા

સુરતમાં ઔદ્યોગિક નીતિ 2026ના સરકારી ઠરાવ (GR) ને લઈને ઉદ્યોગ જગતમાં વ્યાપક મૂંઝવણ જોવા મળી રહી છે. નીતિની જાહેરાત થઈ ગઈ હોવા છતાં, સરકારી GR હજુ સુધી બહાર ન પડતાં અબજો રૂપિયાના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે.

| Edited By: | Updated on: Aug 14, 2026 | 9:46 PM

સુરત સહિત ગુજરાતના ઉદ્યોગ જગતમાં ઔદ્યોગિક નીતિ 2026ના સરકારી ઠરાવ (GR) માં વિલંબને કારણે મૂંઝવણ ઉભી થઈ . નીતિની જાહેરાત થઈ ગઈ હોવા છતાં, લાંબા સમયથી GR બહાર ન પડતાં અબજો રૂપિયાના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ હોલ્ડ પર આવી ગયા છે, જેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને ફટકો પડી રહ્યો છે.

આ વિલંબની સીધી અસર રોકાણકારો પર પડી રહી છે. જમીન ખરીદી, નવા પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા અને મશીનરીના ઓર્ડર અટકી ગયા છે. ઉદ્યોગકારો માટે બેંકો પાસેથી ટર્મ લોન મેળવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે, કારણ કે GR વગર બેંકો લોન મંજૂર કરવામાં સંકોચ અનુભવી રહી છે. આ પરિસ્થિતિને કારણે ઘણા રોકાણકારો નવી ઔદ્યોગિક નીતિ હેઠળ મળતી સબસિડી ગુમાવવાનો ભય સેવી રહ્યા છે. અગાઉ સબસિડી ત્રણ તબક્કામાં (10%, 18%, 23% કે 30% સુધી) આપવામાં આવતી હતી. જોકે, ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત બાદ નવી નીતિમાં બે તબક્કામાં, A ગ્રેડ અને B ગ્રેડમાં 35% થી 45% સુધીની સબસિડી જાહેર કરવામાં આવી છે, જે ઉદ્યોગમાં સકારાત્મક માહોલ સર્જે છે. આ ઉચ્ચ સબસિડીનો લાભ લેવા ઘણા ઉદ્યોગકારો નવા પ્રોજેક્ટ સ્થાપિત કરવાની તૈયારીમાં છે, પરંતુ GR ના અભાવે તેઓ કયા સેક્ટરમાં અને કયા વિસ્તારમાં કેટલી સબસિડી મળશે તે અંગે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.

આ ગંભીર મુદ્દે સુરત ચેમ્બર ઓફ કોમર્સે સક્રિય ભૂમિકા ભજવી છે. ચેમ્બરના પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. તેમણે સરકારને વિનંતી કરી હતી કે તાત્કાલિક ધોરણે GR બહાર પાડવામાં આવે, જેથી સુરત જેવા વિકસતા ઔદ્યોગિક કેન્દ્રમાં નવા રોકાણો આવી શકે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રોને ફાયદો થાય. ચેમ્બરના પ્રમુખના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ હૈયાધરપત આપી છે કે આગામી 10 થી 12 દિવસમાં આ GR જાહેર કરવામાં આવશે.

GR બહાર પડ્યા બાદ રોકાણકારોને કયા વિસ્તારમાં કેટલી સબસિડી મળશે તે સ્પષ્ટ થશે અને તેઓ પોતાના પ્રોજેક્ટ્સને આગળ ધપાવી શકશે. જોકે, આ વિલંબથી ગુજરાતના ઉદ્યોગોને લાખો-કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, કારણ કે રોકાણકારોની મૂડી અટવાઈ ગઈ છે અને પ્રોજેક્ટ્સ શરૂ થવામાં વિલંબ થયો છે. ઉદ્યોગ જગત આશા રાખી રહ્યું છે કે સરકારી ખાતરી મુજબ GR સમયસર બહાર પડશે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો વેગ જળવાઈ રહેશે.

Input Credit- Baldev Suthar Surat

“પહેલી વાત તો એ કે રેગિંગ થયુ જ નથી..” સુરત નવી સિવિલમાં આપઘાત કેસમાં જવાબદાર અનુજ મહેશ્વરીનો દાવો

Published On - 9:46 pm, Fri, 14 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.