Surat : અજાણી મહિલાના હત્યા મામલે વળાંક, મહિલા પાસે દેખાતી બાળકી રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવી
હાલમાં આ બનાવમાં કોઈ ખાસ કડી મળી નહીં. તપાસ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે અને જુદી જુદી દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે આ સિવાય સીસી ટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહયા છે.
ઉધના (Udhna) યાર્ડમાં લાઈન નંબર 7 અને 8 વચ્ચે ગઈ કાલે અજાણી ગર્ભવતી મહિલાનો હત્યા (Murder ) કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સુરત જીઆરપી પોલીસે લાશનું સ્મીમેર હોસ્પિટલમાં પીએમ કરાવ્યો હતો. હાલમાં આરોપી પકડાયો નથી જોકે આ મામલામાં નવો વણાંક આવ્યો છે. સુરત રેલ્વે સ્ટેશન (Surat Railway Station) વિસ્તારમાંથી એક અજાણી બાળકી બિનવારસી હાલતમાં મળી આવી છે. સીસીટીવી ફૂટેજમાં બાળકી અને તેની સાથેનો અજાણ્યો પુરૂષ બને મરનાર મહિલા પાસે દેખાયા હતા. જેથી હવે પ્રશ્ર્ન એ ઉઠવા પામ્યા છે કે આ અજાણી બાળકી અને અજાણ્યો પુરુષ કોણ છે ?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે સ્ટેશન પાસેથી 21 મીએ સવારે 10 કલાકે ત્રણથી ચાર વર્ષની એક અજાણી બાળકી મળી આવી છે.મહિધરપુરા પોલીસે બાળકીનો કબ્જો લીધો હતો.ત્યાર બાદ સીસી ટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે સીસી ટીવીના આધારે ઉપરોક્ત બાળકી અને તેની સાથેનો અજાણ્યો પુરુષ રિંગ રોડ ગોલ્ડન પ્લાઝા પાસે એક રિક્ષામાં દેખાયા હતા ત્યાર બાદ.સ્ટેશન પાસે આવેલ મોહન મીઠાઈ નજીક રિક્ષામાંથી ઉતાર્યા હતા.
અને પછી આ પુરુષ બાળકીને લઈને થોડી વાર સ્ટેશન પાસે બેસ્યો હતો અને પછી તે, બાળકીને બેઠેલી ત્યાં જ છોડીને સ્ટેશની અંદર ચાલ્યો ગયો હતો. આ બાળકી અને પુરુષ ઉધના યાર્ડમાં જે અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી. તેની પાસે પણ દેખાય છે. પોલીસે બાળકીનો કબજો લઇ હાલમાં કતારગામ બાળાશ્રમ ખાતે મોકલી આપી છે. પોલીસે અનુમાન લગાવ્યો છે કે અજાણી બાળકી મરનાર મહિલાની પુત્રી છે અને અજાણ્યો પુરુષ મહિલાનો પતિ. જોકે હાલમાં અજાણ્યો પુરુષ ફરાર છે. સમગ્ર મામલો હવે પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ચાર ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.
હાલમાં આ બનાવમાં કોઈ ખાસ કડી મળી નહીં. તપાસ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે અને જુદી જુદી દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે આ સિવાય સીસી ટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહયા છે. જે જગ્યા મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે ત્યાં આસપાસમાં સીસી ટીવી કેમેરા નથી જોકે અન્ય જગ્યા લગાડેલા સીસી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :