Surat : મેહુલ બોઘરા પ્રકરણ બાદ પોલીસ એક્શનમાં, ફરજમાં બેદરકારી બદલ 9 TRB જવાન સસ્પેન્ડ

|

Aug 22, 2022 | 1:13 PM

સુરત શહેરની અંદર અલગ અલગ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા ટીઆરબી જવાન દ્વારા જે બેદરકારીઓ દાખવવામાં આવી તે અંતર્ગત સુરત ટ્રાફિક ડીસીપી દ્વારા નવ જેટલા ટીઆરબી જવાનોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

Surat : મેહુલ બોઘરા પ્રકરણ બાદ પોલીસ એક્શનમાં, ફરજમાં બેદરકારી બદલ 9 TRB જવાન સસ્પેન્ડ
Surat: In police action after Mehul Boghra case, 9 TRB jawans suspended for dereliction of duty

Follow us on

સુરત (Surat )શહેરમાં સરથાણા વિસ્તારમાં થયેલી વિવાદાસ્પદ ઘટના બાદ સુરત પોલીસ (Police ) એક્શન મોડની અંદર જોવા મળી છે. સરથાણા (Sarthana )વિસ્તારમાં વકીલ મેહુલ બોઘરા ની ઘટના બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડકાઇ વર્તીને અલગ અલગ પોઇન્ટ ઉપર જે બેદરકારી દાખવતા ટીઆરબીના કુલ 9 જવાનોને સુરત ટ્રાફિક પોલીસના અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં ચર્ચાનો વિષય બનેલ વકીલ મેહુલ બોઘરા દ્વારા ટ્રાફિક પોલીસની હપ્તા વસૂલીના વિડિયો ઉતારી અને ટીઆરબી જવાન સામે જે અભિયાન ઉપાડ્યું હતું. તે અંતર્ગત થોડા દિવસ અગાઉ ટીઆરબીના સુપરવાઇઝર દ્વારા વકીલ મેહુલ બોઘરા સામે મારામારી કરી હતી. તે મામલો સુરત નહીં પણ ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ ગુંજયો હતો અને તેના પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. તેના સમર્થનમાં લોકોએ વિરોધ પણ કર્યો હતો.

ત્યારે આ બાબતે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેર ટ્રાફિક પોલીસ અધિકારીને આ બાબતે તપાસ સોંપવામાં આવી છે અને તે દરમિયાન સુરત શહેરની અંદર અલગ અલગ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા ટીઆરબી જવાન દ્વારા જે બેદરકારીઓ દાખવવામાં આવી તે અંતર્ગત સુરત ટ્રાફિક ડીસીપી દ્વારા નવ જેટલા ટીઆરબી જવાનોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેટલાક ટીઆરબી જવાન મોબાઇલ ઉપર ફોન ઉપર વાત કરતા હતા, તો કેટલાક ટીઆરબી જવાન પોઇન્ટ ઉપર હાજર ન હોય અથવા તો કોઈ નાની મોટી બેદરકારીના કારણે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કારણ કે સુરત શહેરની અંદર ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે આજે ગુજરાતની અંદર સુરત પોલીસ નું નામ બદનામ થયું છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સુરત ટ્રાફિક પોલીસની ઉઘરાણી કોના દ્વારા કરવામાં આવે છે ?

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની માથાકૂટ સતત સામે આવતી હોય છે. ત્યારે ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં કેશીયરો ( પોલીસ જવાનો ) મળતીયાઓ મારફતે ઉઘરાણી કરતા હોય છે. જે અધિકારીઓના નજીક ના માણસો હોય છે અને ખાસ કરી ને તે લોકો નોકરી પણ કરતા હોતા નથી. જેમાં ટ્રાફિક શાખામાં સુરેન્દ્ર, જલય, રામ, શૈલૈ્ન્દ્ર, લક્ષ્મણ નામના પોલીસકર્મીઓ અધિકારીઓ માટે ઉઘરાણા કરતા હોવાનું જાણવા મળ્યું છે. વળી આ કેશીયરો પાછા તેના પ્રાઇવેટ માણસોમાં મુખ્ય પન્ટર સમીર નામના યુવક ની ઉઘરાણીથી ઉપર સુધી રૂપિયા પહોંચતા હોય છે.

Next Article