Surat : તહેવારો પહેલા કોર્પોરેશન હરકતમાં, માવા મીઠાઈના સેમ્પલો લેવાની શરૂઆત કરાતા ભેળસેળિયાઓમાં ફફડાટ

|

Aug 04, 2022 | 12:22 PM

શહેરના (Surat )ભાગળ ખાતે આવેલા જથ્થાબંધ માવાનું વિતરણ કરતા વેપારીઓથી માંડીને મિઠાઈનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

Surat : તહેવારો પહેલા કોર્પોરેશન હરકતમાં, માવા મીઠાઈના સેમ્પલો લેવાની શરૂઆત કરાતા ભેળસેળિયાઓમાં ફફડાટ
SMC in Action (File Image )

Follow us on

આગામી રક્ષાબંધન(Rakshabandhan ) સહિતના તહેવારોને ધ્યાને રાખીને મહાનગરપાલિકાનું (SMC) આરોગ્ય વિભાગ વધુ એક વખત હરકતમાં(Action ) આવ્યું છે. આજે સવારથી જ શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દરોડા પાડીને માવા – મિઠાઈ સહિતના સેમ્પલો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરતાં વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આગામી સપ્તાહે રક્ષાબંધન અને ત્યારબાદ જન્માષ્ટમી સહિતના તહેવારોની સિઝનને ધ્યાને રાખીને આજે સવારથી મહાનગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરના ભાગળ ખાતે આવેલ માવા બજારમાં સેમ્પલો એકઠા કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સિવાય શહેરના અઠવા, ઉધના, સેન્ટ્રલ ઝોન અને વરાછા તથા રાંદેર સહિતના તમામ ઝોન વિસ્તારોમાં 13 અલગ – અલગ ટીમો દ્વારા પણ ફરસાણ અને મિઠાઈની દુકાનોને ત્યાં 24 જેટલા સેમ્પલો લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.

આ સંદર્ભે વધુ માહિતી આપતાં ફુડ વિભાગના અધિકારી સમીપ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે સવારથી જ શહેરના ભાગળ ખાતે આવેલા જથ્થાબંધ માવાનું વિતરણ કરતા વેપારીઓથી માંડીને મિઠાઈનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય તમામ ઝોન વિસ્તારમાં અલગ – અલગ 13 ટીમો દ્વારા પણ સેમ્પલો એકત્રિત કરવાની ઝુંબેશ વહેલી સવારથી શરૂ કરવામાં આવતાં મિઠાઈ વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આવનારા દિવસોમાં જયારે તહેવારો આવી રહ્યા છે ત્યારે આ ઝુંબેશ હજી સઘન બનાવવામાં આવશે. અને જો અખાદ્ય સેમ્પલો સાબિત થાય તો જે તે સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી પણ કરવાની તૈયારી સુરત મહાનગરપાલિકા દ્વારા બતાવવામાં આવી છે. આજે અલગ અલગ 13 ટીમોએ કાર્યવાહી કરી હતી. અને ભવિષ્યમાં જો જરૂર પડે તો આ ટીમોની સંખ્યા વધારીને મોટા પાયે ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે તેવું કોર્પોરેશનના ફૂડ વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

Next Article