Surat: ‘Save The Saviors’ના બેનર સાથે તબીબો પર થતાં હુમલા અટકાવવા IMA દ્વારા વિરોધ પ્રદર્શન

|

Jun 18, 2021 | 7:24 PM

ઈન્ડીયન મેડીકલ એસોસિએશન (IMA)દ્વારા 'Save The Saviors'ના નારા સાથે રાષ્ટ્રવ્યાપી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

Surat: Save The Saviorsના બેનર સાથે તબીબો પર થતાં હુમલા અટકાવવા IMA દ્વારા વિરોધ પ્રદર્શન
IMA દ્વારા વિરોધ પ્રદર્શન

Follow us on

Surat: આસામમાં થોડા દિવસ અગાઉ ડોક્ટર ઉપર હુમલા (Attack on Doctors)ની ઘટના સામે આવી હતી. તેમજ અવાર નવાર પણ ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ ઉપર હુમલાના બનાવો બનતા હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્ડીયન મેડીકલ એસોસિએશન (IMA)દ્વારા ‘Save The Saviors’ના નારા સાથે રાષ્ટ્રવ્યાપી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

આ મુદ્દાને લઈને શહેરમાં આજે આઈએમએ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ સહિત જુદા જુદા સ્થળે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સખત કાયદો લાવવાની માંગણી કરવામાં આવી હતી. ડોકટર પર થતાં હુમલા સામે આજે શહેરમાં આઈએમએના બેનર હેઠળ નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ સહિત અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તેમજ સિનિયર ડોકટરો પર થતાં હુમલા બંધ કરો સહિતના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ડોક્ટરો દ્વારા કાળી પટ્ટી બાંધીને પોતાની સેવા પણ ચાલુ રાખવામાં આવી હતી. આઈએમએની વડી શાખાના આદેશ અનુસાર તમામ રાષ્ટ્રવ્યાપી શાખાઓ દ્વારા આરોગ્ય કર્મીઓ પર થતાં હુમલાઓ સામે આજે ‘Save The Saviors’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વધુમાં આઈએમએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે. ડોક્ટર અને નર્સ પર થતાં હુમલાઓ સામે સખત અને તેના ત્વરિત અમલીકરણ માટેની માંગણી કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Mumbai : 390 લોકોને કથિત નકલી રસી આપવાના કેસમાં ચાર લોકોની ધરપકડ, એકની મધ્ય પ્રદેશથી ધરપકડ

 

આ પણ વાંચો: New Cyber Police Stations : ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમાં 10 નવા સાયબર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કર્યું

Next Article