New Cyber Police Stations : ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમાં 10 નવા સાયબર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કર્યું

New Cyber Police Stations : ગુજરાતમાં આ નવા 10 સાયબર પોલીસ સ્ટેશન સાથે આવા પોલીસ સ્ટેશનની કુલ સંખ્યા 24 થઇ છે.

New Cyber Police Stations :  ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમાં 10 નવા સાયબર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કર્યું
PHOTO : TWITTER

New Cyber Police Stations : હવે ડિજીટલ ભારતના નિર્માણ ક્ષેત્રે સાયબર સુરક્ષા અંગે ગુજરાત પોલીસ દેશને નવી રાહ ચીંધશે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ રાજ્યના 10 જિલ્લાઓમાં 10 નવા સાયબર પોલીસ સ્ટેશનનું ગાંધીનગર ખાતેથી ઇ-લોકાર્પણ કર્યું છે. ગુજરાતમાં આ નવા 10 સાયબર પોલીસ સ્ટેશન સાથે આવા પોલીસ સ્ટેશનની કુલ સંખ્યા 24 થઇ છે.

 

આ 10 જિલ્લાઓમાં નવા સાયબર પોલીસ સ્ટેશન બન્યા
ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ આજે રાજ્યના આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ (ગાંધીધામ) અને બનાસકાંઠા એમ કુલ 10 જિલ્લાઓમાં નવા સાયબર પોલીસ સ્ટેશન (New Cyber Police Stations) નું ઇ-લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું કે આ પહેલા જ રાજ્યની 9 રેન્જ (ક્ષેત્રીય વિભાગ) ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બન્યા
આજે રાજયમાં 10 નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (New Cyber Police Stations) નો વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, વડાપ્રધાન મોદી (PM MODI) જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પરંપરાગત વ્યવસ્થાઓમાંથી બહાર આવીને અધ્યતન ટેક્નોલોજી સાથે કાયદો વ્યવસ્થા વધુ સુદૃઢ બને એ માટે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી, રક્ષા શકિત યુનિવર્સીટી, નેશનલ લો યુનિવર્સીટી જેવા નવા આયામોનુ ગુજરાતમાં નિર્માણ કર્યું છે.

જેને રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM VIJAY RUPANI) એ આગળ વધારીને નાગરિકોને સાયબર ક્રાઈમ સામે રક્ષણ આપવા મક્કમ નિર્ધાર કરીને જે આયોજન કર્યું એના પરિણામે આજે ગુજરાત પોલીસ વધુ સુસજજ બની છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદૃઢ બની છે.

સાયબર ક્રાઈમ સામે ગુજરાત પોલીસ સજ્જ
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા (DGP ASHISH BHATIA) એ કહ્યું હતું કે સાયબર ક્રાઇમ આચરનારા વ્યકિતઓ ખુબ જ આધુનિક ટેકનીકની મદદથી અને મોડસ ઓપરેન્ડીથી નાણાકીય છેતરપીંડી, હેકીંગ, સાયબર બુલીંગ, ટેલી ફિસિંગ, સેક્સટોર્શન તેમજ રેન્ડસમવેર જેવી આધુનિક તકનીકનો ઉપયોગ કરી ગુના આચરી રહ્યા છે તેને નાથવા માટે ગુજરાત પોલીસ સજજ બની છે.

સી.આઇ.ડી. ક્રાઇમ સાયબર સેલની હેલ્પલાઇન તથા આશ્વસ્ત પ્રોજેક્ટ થકી ફાઇનાન્સિયલ ફ્રોડમા ગયેલ રૂ13.22 કરોડ જેટલી રકમ નાગરીકોને પરત કરાવવામાં આવેલ છે અને રૂ.21.12 કરોડ જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલ છે. તે ઉપરાંત સાયબર બુલીંગનો ભોગ બન્યા હોય તેવા હજારો નાગરીકોનુ કાઉન્સિલીંગ કરવામાં આવે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati