Surat : ગરીબોનો કોળિયો છીનવવાની કોશિશ ? કોર્પોરેશનની દુકાનોમાં જ મળી આવ્યો સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો

મનપાની ટીમે ઘઉં , ચોખા તથા મીઠાની આશરે 300 ગુણો નો જથ્થો જપ્ત કરીને ત્રણેય દુકાનો સીલ કરી હતી . પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. પુરવઠા વિભાગ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હતું

Surat : ગરીબોનો કોળિયો છીનવવાની કોશિશ ? કોર્પોરેશનની દુકાનોમાં જ મળી આવ્યો સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો
Illegal food grains found (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:48 AM

સુરત (Surat ) શહેરમાં મનપા (SMC) દ્વારા શોપિંગ સેન્ટરો બનાવી દેવામાં આવે છે પરંતુ સમયસર આ શોપિંગ સેન્ટરોની દુકાનો(Shops ) ફાળવવામાં ન આવતી હોવાના કારણે અસામાજિક તત્વો દ્વારા આવી દુકાનો પર કબ્જો જમાવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે . ઉધના ઝોનના ભેસ્તાન વિસ્તારમાં સુરત મહાનગર પાલિકાના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ એડી.સીટી . ઇજનેરને મળતા તેઓએ તાત્કાલિક તપાસ કરાવીને એસઆરપી જવાનોની ટીમ અને માર્શલ સિક્યુરિટીને સાથે રાખી ત્રણ દુકાનોમાંથી 300 અનાજની ગુણો કબ્જે લઇ ત્રણેય દુકાનો સીલ કરી દીધી હતી . જોકે આ તમામ અનાજનો જથ્થો સરકારી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો .

સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવી દેવામાં આવતા શોપિંગ સેન્ટરો સમયસર ફાળવણી કરવામાં ન આવતા અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોય છે . અમરોલીમાં પણ આવી જ રીતે એક જ કોમ્પ્લેક્ષમાં 44 દુકાનો પર અસામાજિક તત્વો દ્વારા કબ્જો કરાયો હતો . હવે ઉધના ઝોનમાં પણ મનપાના શોપિંગ સેન્ટરમાં બનાવવામાં આવેલ દુકાનમાં અસામાજિક તત્વોએ કબ્જો કર્યો હોવાનું સામે આવ્યું છે .

ઉધના એ ઝોનમાં સુરત મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસરની પ્રવૃતિ થતી હોવાની એડી.સીટી ઈજનેર અને કાર્યપાલક ઈજનેરને ફરિયાદ મળતાં આજે એડી.સીટી ઈજનેર અને કાર્યપાલક ઈજનેર દ્વારા સ્થળ વિઝીટ કરી સુરત મહાનગર પાલિકાના શોપિંગમાં આ દુકાનો એલોટ થયેલ છે કે કેમ તેની ચકાસણી કરી કાર્યવાહી કરવા સુચના આપી હતી .

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

મનપા દ્વારા ચકાસણી કરવામાં આવતા આ દુકાનોની ફાળવણી થયેલ ન હોવાનું સામે આવ્યું હતું . જેથી આજે મનપાની ટીમ એસઆરપી જવાનો અને માર્શલો સાથેની ટીમ સાથે શોપિંગ સેન્ટરની દુકાન નં . 37,38,39 માં તપાસ કરતા અસામાજિક તત્વોએ અનાજની ગુણોનો સંગ્રહ ક૨વામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું .

મનપાની ટીમે ઘઉં , ચોખા તથા મીઠાની આશરે 300 ગુણો નો જથ્થો જપ્ત કરીને ત્રણેય દુકાનો સીલ કરી હતી . પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. પુરવઠા વિભાગ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હતું અને મનપાની ટીમે સમગ્ર કામગીરી કરી ગરીબ લોકોને મળવાનું અનાજ સગેવગે થતા અટકાવ્યું હતું .

આ પણ વાંચો :

Surat: શહેરના ખુણા ખુણા પર રહેશે પોલીસની નજર, 595 નવા સીસીટીવી લગાડવાની તૈયારી

Surat : સુરત સ્ટેશને અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ રહેતા હાલાકી ભોગવી રહેલા મુસાફરો

g clip-path="url(#clip0_868_265)">