Surat : માસ્ક પહેરો નહિ તો દંડ ભરવા તૈયાર રહો, સુરત સિવિલમાં ઠેરઠેર લાગ્યા બોર્ડ

|

Dec 24, 2021 | 6:32 PM

નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ તેમજ અન્ય પ્રવેશ દ્વારા સહિતના સ્થળે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.જેના ઉપર લખ્યું છે કે "માસ્ક વગર હોસ્પિટલમાં દાખલ થવું નહીં,માસ્ક વગર પકડાશો તો રૂ.1000 નો દંડ લેવામાં આવશે,માસ્ક વ્યસ્થિત પહેરેલું ન હશે તો 500 રૂ.દંડ લેવામાં આવશે.

Surat : માસ્ક પહેરો નહિ તો દંડ ભરવા તૈયાર રહો, સુરત સિવિલમાં ઠેરઠેર લાગ્યા બોર્ડ
સિવિલ હોસ્પિટલમાં બોર્ડ લાગ્યા

Follow us on

Surat :  શહેરમાં કોરોના સંક્ર્મણ ફરીથી વધવા લાગ્યું છે. કોરોના (Corona) પોઝિટિવ કેસોમાં દિન પ્રતિદિન ઉછાળો થવા લાગ્યો છે. તેના લીધે કેટલાક અંશે શહેરીજનોની પણ લાપરવાહી દેખાઈ રહી છે કે જેઓ માસ્ક,સોશ્યલ ડિસ્ટનસિંગ સહીત કોરોનાની ગાઈલાઈનનું (Guideline) પાલન કરવાનું ટાળી રહયા છે.

ત્યારે હવે વર્તમાન પરિસ્થિઓને ધ્યાને રાખીને નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તંત્ર સજાગ થઇ ગયું છે અને હોસ્પિટલમાં ઠેર-ઠેર માસ્ક (mask) અવશ્ય પહેરવાના બોર્ડ (board) લગાવી દેવામાં આવ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ તેમજ અન્ય પ્રવેશ દ્વારા સહિતના સ્થળે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.જેના ઉપર લખ્યું છે કે “માસ્ક વગર હોસ્પિટલમાં દાખલ થવું નહીં,માસ્ક વગર પકડાશો તો રૂ.1000 નો દંડ લેવામાં આવશે,માસ્ક વ્યસ્થિત પહેરેલું ન હશે તો 500 રૂ.દંડ લેવામાં આવશે.આ પ્રકારના બોર્ડ હોસ્પિટલમાં જુદ જુદા સ્થળે લગાવવામાં આવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ સિવાય ગેટ ઉપર તૈનાત સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ માસ્ક વગરના લોકો તેમજ જે લોકો માસ્ક સિવાય મોઢા ઉપર રૂમાલ બાંધેલા હોય કે કપડું ઢાંકેલું હોય તેમને કડકાઇથી અંદર પ્રવેશવા દેવામાં નહીં આવી રહ્યું છે.

અગાઉ તંત્ર દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ તેમના સગા સંબધીઓ માસ્ક પહેરવા જાગૃત કરવા માટે માઈક સિસ્ટમનો ઉપયોગ કરવાં આવ્યો હતો. જે અત્યારે પણ ચાલુ જ જયારે હવે વધુ સજાગતા માટે બોર્ડ મારીને તમામને માસ્ક માટે જાગૃત કરવામાં આવી રહયા છે.

આ પણ વાંચો : PM મોદીની આ વાતને લઈને નારાજ છે ‘દીદી’, આજે થયેલી બેઠકમાં પણ મમતા બેનર્જી ગેરહાજર, TMCના નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો : Paper Leak Case : સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતને HCએ વચગાળાની રાહત આપી, 17 જાન્યુઆરી સુધી ધરપકડ પર રોક

Published On - 6:31 pm, Fri, 24 December 21

Next Article