Surat: રૂપિયા નહીં ચૂકવાતા પતિએ પત્નીને જ વ્યાજખોરોને હવાલે કરી દીધી, પોલીસે કરી બે આરોપીની ધરપકડ
Surat News: લેણદારોના 40 હજાર રૂપિયા પરત આપવાને બદલે પતિએ પત્નીને લેણદારોને હવાલે કરી દીધી. લેણદારે પરિણીતા પર 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું. સમગ્ર ઘટના અંગે પત્નીએ પતિ અને લેણદાર સામે ફરિયાદ નોંધાવી હતી.
સુરતથી (Surat) એક શરમજનક ઘટના સામે આવી છે. વ્યાજખોરોના રૂપિયા નહીં ચૂકવાતા પતિએ પોતાની જ પત્નીને વ્યાજખોરોને હવાલે કરી દીધી હતી. લેણદારોના 40 હજાર રૂપિયા પરત આપવાને બદલે પતિએ પત્નીને લેણદારોને હવાલે કરી દીધી. લેણદારે પરિણીતા પર 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું. સમગ્ર ઘટના અંગે પત્નીએ પતિ અને લેણદાર સામે ફરિયાદ નોંધાવી હતી. કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાતા 2 આરોપીની ધરપકડ કરાઈ છે.
મહિલાએ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી
સુરતમાં એક મહિલાના પતિએ પોતાના પરિચિત પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને તે રૂપિયા પરત ન આપવા પડે તે માટે લેણદારના હવાલે કરી દીધી હતી. જેમાં લેણદારે મહિલાનું જાતીય શોષણ કર્યું હતું. આ ઘટનામાં મહિલાએ પતિથી છુટાછેડા લીધા બાદ પતિ અને લેણદાર સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે લેણદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલાને તેનો પતિ માનસિક,શારીરિક ત્રાસ આપતો હતો
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદ મુજબ તેનો પતિએ પરિચિતો પાસેથી વર્ષ 2017ની સાલમાં ઉછીના 40 હજાર રૂપિયા લીધા હતા અને તે રૂપિયા પરત ન આપવા પડે તે માટે પત્નીને લેણદારના હવાલે કરી દીધી હતી. જેમાં લેણદાર રમેશભાઈ શીગાળાએ 2017થી 2022 સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં મહિલાનો પતિ પણ શારીરિક માનસિક ત્રાસ આપી લેણદાર રમેશભાઈના તાબે રહેવા માટે ધાક ધમકીઓ આપતો હતો.
પત્નીએ તેના પતિ સાથે છુટાછેડા લઈ લીધા હતા
આખરે આ ત્રાસના કારણે કંટાળી પરિણીતાએ તેના પતિથી છુટાછેડા લઈ લીધા હતા. તેમ છતાં તેના પૂર્વ પતિ દ્વારા તેણીને બદનામ કરાતા આખરે પરિણીતાએ ત્રણ વર્ષ બાદ ગત 29 માર્ચ 2022ના રોજ કતારગામ પોલીસ મથકમાં પૂર્વ પતિ સહિત ત્રણ લોકો સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે લેણદાર રમેશ ભાઈ ઉર્ફે છગનભાઈ કરમશી ભાઈ શિંગાળાની ધરપકડ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…