Surat : કોર્પોરેશનની હાલત બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી, રસ્તાઓ પર પાછા મસમોટા ખાડા પડતા પાલિકાના માથે માછલાં ધોવાયા

|

Aug 17, 2022 | 4:30 PM

જુલાઈ (July) મહિનામાં સર્જાયેલી આ પ્રકારની સ્થિતિને કારણે ખુદ શાસકો દ્વારા એક સપ્તાહના અલ્ટીમેટમમાં રસ્તાઓના રિપેરીંગની મસમોટી વાતો કરી હતી.

Surat : કોર્પોરેશનની હાલત બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી, રસ્તાઓ પર પાછા મસમોટા ખાડા પડતા પાલિકાના માથે માછલાં ધોવાયા
શહેરના માર્ગો પર ફરી પડ્યા ખાડા (ફાઈલ ઇમેજ )

Follow us on

જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ શહેરમાં ભારે વરસાદને (Rain) કારણે મોટા ભાગના રસ્તાઓનું (Roads) ધોવાણ થતાં શાસકો અને વહીવટી તંત્ર દોડતું નજરે પડ્યું હતું. જોકે, માંડ માંડ થિગડાં મારીને રીપેર કરવામાં આવેલા રસ્તાઓ વધુ એક વખત વરસાદને પગલે જૈસે થે જેવી સ્થિતિમાં આવી જતાં વાહન ચાલકોની હાલત કફોડી થવા પામી હતી. છેલ્લા એક અઠવાડિયાથી સુરત શહેર – જિલ્લામાં મેઘરાજાના ત્રીજા રાઉન્ડની સવારી સાથે જ મોટા ભાગના રસ્તાઓ ભંગાર સ્થિતિમાં નજરે પડી રહ્યા છે. ઉધના દરવાજાથી માંડીને વરાછા – કતારગામ – રાંદેર અને લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા મોટા ભાગના રસ્તાઓમાં મસમોટા ખાડાઓ નજરે પડતાં સૌથી વધુ દયનીય હાલત ટુ વ્હીલર ચાલકોની થવા પામી છે.

અલ્ટીમેટમની મસમોટી વાતો પર ફરી વળ્યું પાણી :

જો કે, જુલાઈ મહિનામાં સર્જાયેલી આ પ્રકારની સ્થિતિને કારણે ખુદ શાસકો દ્વારા એક સપ્તાહના અલ્ટીમેટમમાં રસ્તાઓના રિપેરીંગની મસમોટી વાતો કરી હતી. જો કે, હવે વધુ એક વખત રસ્તાઓમાં મસમોટા ખાડા પડતાં કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાના રિપેરીંગની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાનું પણ સરેઆમ ચર્ચાઈ રહ્યું છે.

શાષકોનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી શહેરમાં જે પ્રકારે વરસાદનું જોર જોવા મળ્યું છે, તેના કારણે રસ્તાની હાલત ફરી બગડી છે. હાલ તેને રીપેર કરી શકાય એમ નથી. જેથી વરસાદ થોડો વિરામ લે એટલે ફરી એકવાર જે જે ઝોનમાં રસ્તાઓ તૂટવાની ફરિયાદ અમને મળશે તેમ તેમ બાકી રહેલા રસ્તાઓના રીપેરીંગ ની કામગીરી હાથ ધરીશુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રસ્તાઓ પાછા જૈસે થેની સ્થિતિમાં

જોકે બે દિવસ સતત પડેલા વરસાદને કારણે જનજીવન પર ભારે અસર તો થઇ જ છે, સાથે સાથે હવે બાકી બચેલા રસ્તાઓ પણ ફરી પાછા જૈસે થે  વૈસે ની સ્થિતિ માં આવી જતા વાહનચાલકોની હાલત વધુ એક વખત કફોડી બની જવા પામી છે. શહેરીજનો પણ હવે ઉબડ ખાબડ રસ્તાઓથી કાયમ માટે છુટકારો માંગી રહ્યા છે.

Next Article