Surat : સ્ટીલ સહિતની ધાતુઓના વાસણોના ભાવ સાતમે આસમાને પહોંચતા ગૃહિણીઓ પરેશાન
બે ત્રણ સપ્તાહ પહેલા ચારેય ધાતુના વાસણોના પ્રતિ કિલોના ભાવો અને હાલના ભાવોમાં જંગી ફરક છે. જેમકે એલ્યુમિનિયમના વાસણોનો પ્રતિ કિલોનો ભાવ રૂ.250 હતો જે હાલમાં રૂ.340 પ્રતિ કિલોએ વેચાય રહ્યા છે. વેપારીઓનો મરો એટલા માટે છે કેમકે પહેલા 60 દિવસની ક્રેડિટ પર માલ મળતો હતો હવે જથ્થાબંધ વેપારીઓ દસ દિવસમાં જ પેમેન્ટની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે.
યુક્રેન (Ukraine ) પર રશીયાના (Russia ) હુમલા બાદ દિનપ્રતિદિન જુદા જુદા બજારોમાંથી મોંઘવારીની બૂમો ઉઠી રહી છે , હવે ધાતુના વાસણોના (Utensils ) બજારમાં ભડકે બળતા ભાવોએ વાસણ વિક્રેતાઓની સામી હોળીએ દશા બગાડી દીધી છે. સ્ટીલના વાસણોના ભાવ છે બે સપ્તાહ પહેલા 325 રૂપિયે પ્રતિ કિલો હતા એ વધીને સીધા રૂ .450 થઇ ગયા છે . એવું નથી કે ફક્ત સ્ટીલના કિલોએ વેચાય રહ્યા છે . એવી જ રીતે સ્ટીલના વાસણોમાં ભાવ વધ્યા છે , અન્ય ધાતુઓ જેમકે એલ્યુમિનીયમ , કોપર , તાંબાના વાસણોમાં પણ જંગી ભાવ વધારો થતાં બજારમાં ઘરાકી 80 ટકા જેટલી ઘટી ગઈ છે.
સ્ટીલના વાસણોના ભાવ પ્રતિ કિલોએ રૂ .325 ના સીધા રૂ .450 થઈ ગયા છે. વાસણોના ભાવો રાતોરાત વધતા બજારમાં ઘરાકી 80 ટકા સુધી ઘટી ગઇ છે. જેના કારણે વેપારીઓની હાલત કફોડી થઈ જવા પામી છે. ધાતુના વાસણોના ભાવમાં તફાવત જોવા જઈએ તો 15 દિવર્ષ પહેલા એલ્યુમિનિયમના ભાવ રૂ .250 હતા તે વધીને 340 થયા છે. સ્ટિલના ભાવ 325 રૂપિયા થી 450 થયા છે. પીતળના વાસણોનો પ્રતિ કિલોનો ભાવ 550 રૂપિયા હતો તે વધીને 950 રૂપિયા, કોપરનો ભાવ 650 રૂપિયાથી વધીને 1100 થી 1220 થઈ ગયો છે. જેના કારણે વાસણ વિક્રેતાઓ કફોડી સ્થિતિમાં મૂકાયા છે.
વરાછા સ્ટીલ વાસણ વિક્રેતા એસોસીએસનના પ્રમુખ હિતેશ સાવલીયાએ જણાવ્યું હતું કે એવું નથી કે યુક્રેનના યુદ્ધ પછી સ્થિતિ બગડી છે , એ પહેલા કોરોના કાળથી જ વાસણ બજારમાં ઘરાકી ઘટતી આવી છે આજે વેપાર ફક્ત વીસ ટકા રહી ગયો છે.સુરતમાં અત્યાર સુધીમાં મંદીને લીધે 20 જેટલા વિક્રેતાઓએ પોતાનો ધંધો સમેટી લીધો હોવાનું પણ હિતેષભાઇએ જણાવ્યું હતું.
હિતેષ સાવલીયાએ કહ્યું કે બે ત્રણ સપ્તાહ પહેલા ચારેય ધાતુના વાસણોના પ્રતિ કિલોના ભાવો અને હાલના ભાવોમાં જંગી ફરક છે. જેમકે એલ્યુમિનિયમના વાસણોનો પ્રતિ કિલોનો ભાવ રૂ.250 હતો જે હાલમાં રૂ.340 પ્રતિ કિલોએ વેચાય રહ્યા છે. વેપારીઓનો મરો એટલા માટે છે કેમકે પહેલા 60 દિવસની ક્રેડિટ પર માલ મળતો હતો હવે જથ્થાબંધ વેપારીઓ દસ દિવસમાં જ પેમેન્ટની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે.
મુંબઇથી ટ્રેડિશનલ અને મુરાદાબાદથી ફેન્સી વાસણો આવે છે
સુરતમાં સુરતના વાસણ બજારની વાત કરીએ તો સુરતના વાસણ બજારમાં મુંબઈથી પરંપરાગત વાસણો સુરતના બજારમાં ખડકાય છે. જેમાં સ્ટીલના ડબ્બા , તપેલા , થાળી , વાટકા જેવી આઇટમો વધુ હોય છે. એવી જ રીતે મદ્રાસથી જગ , બરણી , કિટલી , બાઉલ વગેરે પ્રકારના વાસણો આવે છે અને મુરાદાબાદથી તાંબા – પિતળના ફેન્સી વાસણોની આઈટમો સુરતના વાસણ બજારમાં ખડકાય રહી છે. પરંતુ , હાલમાં નાણાંભીડ અને ક્રેડીટ પિરીયડ ઘટી જતા સ્થાનિક વિક્રેતાઓ વેપાર કરી શકે તેવી સ્થિતિમાં નથી.
આ પણ વાંચો :