Surat : સફાઈ કર્મચારીની ઈમાનદારી, રસ્તા પર મળેલા એક લાખની કિંમતના હીરા મૂળ માલિકને પરત કર્યા

|

Jun 23, 2022 | 10:40 AM

આ સફાઇ કર્મચારીને આ થેલો(Bag ) રોડ ઉપર મળતાની સાથે જ તેને આ કિંમતી હિરા ભરેલો થેલો પરત કરવા માટે મનમાં નક્કી કર્યું હતું. તેને આ કિંમતી હીરા તેના મૂળ હીરા માલિક ને પરત કરવા છે તેવું નક્કી કર્યું હતું.

Surat : સફાઈ કર્મચારીની ઈમાનદારી, રસ્તા પર મળેલા એક લાખની કિંમતના હીરા મૂળ માલિકને પરત કર્યા
Surat: Honesty of the cleaning staff, diamonds worth one lakh found on the road returned to the original owner

Follow us on

હજુ પણ લોકોની ઈમાનદારી (Honesty )જોવા મળે છે. તેમાં પણ જો ખરેખર મનમાં(Mind ) કોઈ નું ખોટું કરવા નહિ પણ ભલાઈ કરવા માટે લોકો મકકમ દેખાય છે. સુરતના (Surat )કતારગામ ના નંદુડોશી ની વાડી માં આવેલ પંચદેવ નામના કારખાના ના પાર્કિંગ માંથી સફાઈ કામદાર ને હીરા ભરેલા બે પેકેટ મળતા સફાઈ કામદારે ઈમાનદારી દાખવી પોતાના શેઠ ને હીરા પરત કર્યા હતા . અને શેઠ દ્વાર ડાયમંડ એસોસીએશન નો સંપર્ક કરી મૂળ માલિક ને પરત કર્યા હતા. આ સફાઈ કર્મચારીની ઈમાનદારીને લોકો વધાવી રહ્યા છે.

વર્ષો થી હીરા નગરી સુરત માં આંગડીયા મારફતે દરરોજ ના અમૂલ્ય હીરાનો કારોબાર થાય છે. તેવામાં કતારગામના નંદુડોશી ની વાડી ખાતે આવેલા પંચદેવ હીરાના કારખાના માં સફાઈ કામદાર સફાઈ કરી રહ્યો હતો તે દરમ્યાન તેમને બે હીરાના પેકેટ મળ્યા હતા..જે પેકેટ તેમણે પોતાના શેઠ ને સોંપી ઈમાનદારી દાખવી હતી.

તેના શેઠ દ્વારા તાત્કાલિક સુરત ડાયમંડ એસોસીએશન નો સંપર્ક કર્યો હતો અને ડાયમંડ એસોસીએશન ને જાણવા મળ્યું હતું કે રમેશ ભાઈ ના હીરા ના બે પેકેટ જે તેમણે પી.શૈલેશ આંગડિયા પેઢી ને આપ્યા હતા તે પડી ગયા હતા..તાત્કાલિક તેમણે આંગણિયા પેઢી ના કર્મચારી ને બોલાવી હીરાની ખરાઈ કરી હતી. હીરા ની અંદાજીત કિંમત 1 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. સફાઈ કામદાર ની ઈમાનદારી ને લઈ સુરત ડાયમંડ એસોસીએશન ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ સફાઈ કામદાર ની ઈમાનદારી ને પગલે લાખ રૂપિયા ના હીરા પરત મળ્યા હતા.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આમ આ સફાઇ કર્મચારીને આ થેલો રોડ ઉપર મળતાની સાથે જ તેને આ કિંમતી હિરા ભરેલો થેલો પરત કરવા માટે મનમાં નક્કી કર્યું હતું. તેને આ કિંમતી હીરા તેના મૂળ હીરા માલિક ને પરત કરવા છે તેવું નક્કી કર્યું હતું. પણ બીજી બાજુ જ સફાઈ કર્મચારી આંગડિયા નું પેકેટ કદાચ પોતે લઈ ગયો હોત તો પણ કોઈને પણ ખ્યાલ નહોતો આવી શક્યો હોત કારણ કે આજુબાજુ કોઈ સીસીટીવી પણ ન હતા. જેથી કોઈ દ્વારા પકડવાની બીક તેને લાગે.

પણ આ સફાઈ કર્મચારી ના મનમાં કોઈ એવો મેલ ન હતો કે કોઈને ખોટું લઈ લેવું, જેથી આ વ્યક્તિએ સુરત ડાયમંડ એસોસિયેશનના સંપર્ક કરી અને મહાવીર હીરા નું પેકેટ મૂળમાલિકને સંપર્ક કરીને પરત કરવી છે. જેથી સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા સફાઈ કર્મચારી નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Next Article