Surat: પોતાના મત વિસ્તારની મુલાકાત દરમિયાન કાર્યકરો સાથે હર્ષ સંઘવીએ કરી મસ્તી, ઝાડ પર લટકી બાળપણ તાજુ કર્યુ

|

Jun 27, 2022 | 1:28 PM

સુરતમાં (surat) ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો (Harsh sanghvi) ફરી એકવાર આગવો અંદાજ જોવા મળ્યો. સુરતમાં પોતાના મત વિસ્તાર મજુરા વિધાનસભા વિસ્તારની મુલાકાત દરમિયાન ઝાડ પર લટકીને હર્ષ સંઘવીએ બાળપણની યાદ તાજી કરી હતી.

Surat: પોતાના મત વિસ્તારની મુલાકાત દરમિયાન કાર્યકરો સાથે હર્ષ સંઘવીએ કરી મસ્તી, ઝાડ પર લટકી બાળપણ તાજુ કર્યુ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો આગવો અંદાજ

Follow us on

વિધાનસભા ચૂંટણી (Assembly elections) નજીક આવી રહી છે ત્યારે ભાજપના (BJP) નેતાઓ પોતપોતાના મત વિસ્તાર સહિતના વિસ્તારમાં મુલાકાત લઇ રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) જ્યારે પણ સુરત શહેરમાં આવતા હોય છે, ત્યારે હળવા મૂડમાં જોવા મળતા હોય છે. ત્યાં આજે પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવી વહેલી સવારે પોતાના વિધાનસભા મત વિસ્તારની અંદર જોગસ પાર્ક નજીકથી નીકળ્યા હતા. તે દરમિયાન સ્થાનિક લોકો સાથે તેમણે તેમની સમસ્યાઓ અને અસુવિધાઓને લઈને ચર્ચા પણ કરી હતી. આ તમામ વચ્ચે મંત્રીનો એક નવો અંદાજ જોવા મળ્યો હતો. જોગસ પાર્કમાં આવેલાં એક વડના વૃક્ષ પર લટકીને હર્ષ સંઘવીએ બાળપણની યાદ તાજી કરી હતી..એટલું જ નહીં વડની વડવાઈ પર લટકી કાર્યકરો સાથે મસ્તી પણ કરી હતી.

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો ફરી એકવાર આગવો અંદાજ જોવા મળ્યો. સુરતમાં પોતાના મત વિસ્તાર મજુરા વિધાનસભા વિસ્તારની મુલાકાત દરમિયાન ઝાડ પર લટકીને હર્ષ સંઘવીએ બાળપણની યાદ તાજી કરી હતી. એટલું જ નહીં વડની વડવાઈ પર લટકી કાર્યકરો સાથે મસ્તી પણ કરી હતી.ઉપરાંત હર્ષ સંઘવીએ વિકાસ કર્યોની સમીક્ષા કરી લોકો સાથે સંવાદ કર્યો હતો અને નવા બનેલા વોક-વે અને જોગર્સ પાર્કની મુલાકાત બાદ ચર્ચા પણ કરી હતી. સાથે સાથે સ્થાનિકો સાથે ચર્ચા કરીને મજુરા વિસ્તારમાં વિકાસ માટે તેમના સૂચનો જાણ્યા હતા.

પદાધિકારીઓ સાથે કરી ચર્ચા

એક કહેવત છે કે દુનિયાનો છેડો ઘર. પોતાના ઘરે પહોંચે એટલે વ્યક્તિ મનના બધા જ ભારમાંથી હળવો બની જાય. પોતાના ઘર એટલે કે મત વિસ્તારની મુલાકાતે આવેલા ગૃહરાજ્ય મંત્રીનો પણ આવો જ અલગ હળવો અંદાજ જોવા મળ્યો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જ્યારે પણ પોતાના મત વિસ્તારમાં આવે છે ત્યારે લોકો સાથે એ પણ સામાન્ય વ્યક્તિની જેમ હળીમળીને રહેતા હોય છે. ચા નાસ્તો કરતા હોય છે, લોકો સાથે ચર્ચા પણ કરતા હોય છે. આ વખતે પણ મજુરા વિસ્તારમાં મુલાકાત દરમિયાન તેઓ કાર્યકરો સાથે હળવા અંદાજમાં જોવા મળ્યા. વહેલી સવારે પોતાના મત વિસ્તારની અંદર અલગ-અલગ કોર્પોરેટરો પદાધિકારીઓ પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને અલગ અલગ વિષય પર ચર્ચા કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

લોકોની સમસ્યા જાણી અધિકારીઓને જરુરી સૂચન કર્યા

બાદમાં હર્ષ સંઘવીએ જોગર્સ પાર્કની મુલાકાત લીધી હતી. તેમણે મત વિસ્તારના લોકો સાથે તેમને પડતી મુશ્કેલીઓ જાણી હતી. સાથે જ વિકાસકાર્યોની સમીક્ષા કરી અને કઇ રીતના સુધારા વધારા કરવા જોઇએ તે અંગે ચર્ચા કરી હતી. જે પછી લાગતા વળગતા અધિકારીને સુધારા કરવા અંગે સૂચન પણ કર્યા હતા.

Next Article