Surat : પ્લાસ્ટિકના ઝભલા પર સરકારી પ્રતિબંધ ચાર દિવસની ચાંદની જેવો રહ્યો, ફરી બેફામ ઉપયોગ શરૂ

|

Aug 02, 2022 | 12:24 PM

જાણે ફરી એકવાર પ્લાસ્ટિકના (Plastic )વપરાશ કરનારાઓને છૂટો દોર મળી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહ્યા છે. અને તેનો ઉપયોગ પણ હવે બેફામ બની ગયો છે. 

Surat : પ્લાસ્ટિકના ઝભલા પર સરકારી પ્રતિબંધ ચાર દિવસની ચાંદની જેવો રહ્યો, ફરી બેફામ ઉપયોગ શરૂ
banned plastic bag (File Image )

Follow us on

માંગરોળ(Mangrol ) મોસાલી તાલુકા મથક સહિત મુખ્ય વેપારી મથકના વાંકલ, ઝંખવાવ વગેરે ગામોમાં સરકારી પ્રતિબંધ(Ban )  હોવા છતાં પ્લાસ્ટિક ના (Plastic ) ઝભલા નો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તેમ છતાં સરકારના જવાબદાર વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં રહેતા તેઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

ભારત સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ ગામડે ગામડે એકતરફ  સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સરકાર દ્વારા તારીખ 1 જુલાઈથી પ્લાસ્ટિક ઝભલા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા તાલુકાના મોસાલી,માંગરોળ,વાંકલ, ઝંખવાવ ગામોમાં જીવન જરૂરિયાતની વસ્તુ દૂધ છાશ શાકભાજી,હોટલ, દુકાનોમાં પ્લાસ્ટિક ઝભલા નો બેફામ ઉપયોગ થઈ રહેલો જોવા મળે છે.

પ્લાસ્ટીક વેસ્ટને કારણે ગામે ગામ કચરો ગંદકી માં ખૂબ વધારો થઈ રહ્યો છે. સાથે પ્લાસ્ટિક વેસ્ટ કચરો ગંદકી ઓ નદીમાં ઠલવાઈ રહી છે. ત્યારે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછામાં ઓછો થાય એ દિશામાં જરૂરી પગલું ભરી વહીવટી તંત્ર દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી બન્યું છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે તે એક સવાલ છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી :

શાળા કોલેજોમાં પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક ઝભલા વિશે રેલી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓ વેપારીઓમાં જાગૃતિ લાવવામાં આવે તેમજ દુકાનોમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક ઝભલા સામે કડક માં કડક પગલાં ભરવામાં આવે એ જરૂરી બન્યું છે. પર્યાવરણની જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ લાવી તાત્કાલિક પ્લાસ્ટિક ઝભલા ના બેફામ ઉપયોગ યોગ્ય પગલા ભરી રોકવામાં આવે તે જરૂરી બન્યું છે.

નોંધનીય છે પ્લાસ્ટિક પર પ્રતિબંધના શરૂઆતના દિવસોમાં તંત્ર દ્વારા પ્લાસ્ટિકના વપરાશ પર સખ્ત અમલ કરાવવામાં આવ્યો હતો. પણ તે બાદમાં જાણે ફરી એકવાર પ્લાસ્ટિકના વપરાશ કરનારાઓને છૂટો દોર મળી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહ્યા છે. અને તેનો ઉપયોગ પણ હવે બેફામ બની ગયો છે.

Input Credit Suresh Patel (Olpad )

Next Article