SURAT : ગજેરા સ્કુલ આજથી બે દિવસ બંધ રાખવા SMCનો આદેશ, નિયમ વિરુદ્ધ ધોરણ-6 થી 8ના વર્ગો શરૂ કર્યા હતા

SMCએ આજથી બે દિવસ સુધી ગજેરા સ્કુલ બંધ રાખવનો આદેશ કર્યો છે અને સાથે જ આ ઘટના અંગે ખુલાસો કરવા નોટીસ ફટકારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 11:19 AM

SURAT : શહેરના કતારગામમાં આવેલી ગજેરા સ્કુલે મંજુરી વગર ધોરણ-6 થી 8 ના વર્ગો શરૂ કર્યા હતા. ગજેરા સ્કુલમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને બોલાવવમાં આવ્યાં હતા. આટલું જ નહી, પણ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ વગર બેસાડવામાં આવ્યા હતા. આમ ગજેરા સ્કુલ દ્વારા શિક્ષણ વિભાગ અને કોરોના ગાઈડલાઈન બંનેના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો.

ગજેરા સ્કુલ દ્વારા નિયમ વિરુદ્ધ ધોરણ-6 થી 8ના વર્ગો શરૂ કરવા સામે સુરત મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. SMCએ આજથી બે દિવસ સુધી ગજેરા સ્કુલ બંધ રાખવનો આદેશ કર્યો છે અને સાથે જ આ ઘટના અંગે ખુલાસો કરવા નોટીસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આ મામલો ગાંધીનગર સુધી પહોચ્યો હતો. SMC બાદ હવે રાજ્ય સરકાર પણ ગજેરા સ્કુલ પર કાર્યવાહી કરી શકે છે.

આ પણ વાંચો : BANASKANTHA : બટાકાનો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો, કિસાન સંઘે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

આ પણ વાંચો : AMRELI : વડીયામાં ખેતી સાથે પીવાના પાણીની પણ અછત, ખેડૂતોમાં ચિંતા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">