Surat : તારીખ 10થી 12 ઓગસ્ટ ત્રણ દિવસ માટે કિમ રેલવે ફાટક બંધ રહેશે

|

Aug 10, 2022 | 10:06 AM

રેલવે(Railway ) વિભાગનું કહેવું છે કે હાલ થોડી તકલીફ સ્થાનિકોને પડશે પણ આગામી દિવસોમાં તેનું કાયમી નિરાકરણ આવી જશે, જેથી વારંવાર પડતી પરેશાની નો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

Surat : તારીખ 10થી 12 ઓગસ્ટ ત્રણ દિવસ માટે કિમ રેલવે ફાટક બંધ રહેશે
From 10th to 12th August, Kim railway gate will be closed for three days(File Image )

Follow us on

કીમ (Kim )રેલ્વે ફાટક આગામી તારીખ 10 થી 12 ઓગસ્ટ એમ ત્રણ દિવસ માટે અગત્યના સમારકામના (Repairing ) ભાગરૂપે બંધ રાખવાનો નિર્ણય રેલવે(Railway ) વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે વધુ એક વાર બાઈક ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવશે. ઓલપાડ ના કીમ ગામે આવેલ રેલ્વે ફાટક 158 વધુ એક વાર વાહન ચાલકો માટે બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. અગત્યના રેલ્વે ફાટક નજીક અગત્યનું સમારકામ તેમજ રેલ્વે ફાટક માટે ખુબજ અગત્યનું કામકાજ હોવાના પગલે આ નિર્ણયને લેવામાં આવ્યો છે.

હાલ કીમ ફાટક ની જગ્યાએ અન્ય વિકલ્પ સ્થાનિક તેમજ આસપાસના ટુ વ્હીલર ચાલકોની અવર જવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. તેમજ ફોર વ્હીલ તેમજ હેવી વ્હીકલ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જેમાં કુડસદ રેલવે ફાટક અને કોસંબા રેલ્વે ઓવરબ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કીમ રેલ્વે ફાટક આગામી 10 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2022 સુધી બંધ રાખવા અંગેનો પત્ર લાગતા વળગતા સરપંચ અને કચેરીઓને મોકલી આપવામાં આવ્યો છે.

મહત્વનું છે કીમ-કઠોદરા-પાનસરા થઈને જતો એક ડાઈવર્ઝન માર્ગ હાલ ચોમાસાના કારણે બંધ થઈ ચૂક્યો છે. જેથી કીમ-કઠોદરા થી કોસંબા થઈ ને વાહન ચાલકોએ મોટો ચકરાવો ફરીને જવું પડશે. રોજિંદા ટ્રાફિક અને લાંબા ડાયવરઝન રૂટથી સ્થાનિકોના સમય અને ઈંધણ નો ભારે વ્યય થતો હોવાને કારણે ઓવરબ્રિજની કામગીરી હવે જેમ બને તેમ હવે પૂર્ણ થાય તેવી વ્યાપક માંગ ઉઠી રહી છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આ અગાઉ પણ આ રેલવે ફાટક બંધ થવાના કારણે વાહનચાલકોને મુસીબત વેઠવાનો વારો આવ્યો હતો. જોકે હાલ આ રેલવે ફાટકનું સમારકામ જરુરી પણ બની ગયું છે. રેલવે વિભાગનું કહેવું છે કે હાલ થોડી તકલીફ સ્થાનિકોને પડશે પણ આગામી દિવસોમાં તેનું કાયમી નિરાકરણ આવી જશે, જેથી વારંવાર પડતી પરેશાની નો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Next Article