Surat: સચિન જીઆઈડીસી કેમિકલ ગેસ લીકેજ કૌભાંડમાં ચાર આરોપીઓની ભરૂચથી અટકાયત

|

Jan 07, 2022 | 4:42 PM

હાલ તમામ 24 અસરગ્રસ્તોની હાલત સ્થિર છે. જે સાત વ્યક્તિઓ વેન્ટિલેટર પર હતા, તેઓને પણ વેન્ટિલેટર પરથી ખસેડી લેવામાં આવ્યા છે. 

Surat: સચિન જીઆઈડીસી કેમિકલ ગેસ લીકેજ કૌભાંડમાં ચાર આરોપીઓની ભરૂચથી અટકાયત
Four accused in Sachin GIDC chemical gas leak scam arrested from Bharuch

Follow us on

ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલ વેસ્ટના (Chemical Waste) નિકાલ દરમ્યાન ગઈકાલે સચીન જીઆઈડીસી (Sachin GIDC) ખાતે સર્જાયેલી હોનારતમાં છ કારીગરોના મોતને પગલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી.

આ સંદર્ભે હવે તપાસના ધમધમાટ વચ્ચે જવાબદારોને ઝડપી લેવા માટે સચિન જીઆઈડીસી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમો સક્રિય થઈ જવા પામી છે. શુક્રવારે સવારે ભરૂચ ખાતેથી આ પ્રકરણમાં સંડોવાયેલા ચાર ઈસમોની અટકાયત કરવામાં આવી છે. જેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સચીન જીઆઈડીસી ખાતે ગુરુવારે વહેલી સવારે ખાડીમાં અત્યંત ઘાતકી એવા કેમિકલનું ટેન્કરમાંથી નિકાલ કરતી વેળા પાસે જ આવેલ એક મિલમાં કામ કરતાં છ કારીગરોના ગુંગળામણથી મોત નિપજ્યાં હતા. જ્યારે 24 જેટલા અન્ય કામદારોને પણ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

જેઓ હાલ પણ સારવાર હેઠળ છે. સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જીપીસીબી અને એફએસએલ દ્વારા કેમિકલના નમુના એકઠા કરીને રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે સચીન જીઆઈડીસીમાં ટેન્કર ચાલક સહિતના આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર દ્વારા પણ તળિયા ઝાટક તપાસ સાથે જવાબદારો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે. શુક્રવારે સવારે છ નિર્દોષ કારીગરોના મોત માટે જવાબદાર એવી આ હોનારતમાં સંડોવાયેલા ભરૂચના ચાર ઈસમોની અટકાયત કરવામાં આવી છે. ભરૂચ એલસીબી દ્વારા આ ઈસમોની અટકાયત બાદ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ હોનારતમાં વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.

હાલ તમામની હાલત સ્થિર

ગુરુવારે સર્જાયેલી આ કરુણ ઘટનામાં 6 મજુરોના મોત નિપજ્યા હતા. જ્યારે 20થી વધુ વ્યક્તિઓને અસર થતાં તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુરુવારે અન્ય 7 વ્યક્તિઓ વેન્ટિલેટર પર હતા. આજે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.ઓમકાર ચૌધરીના જણાવ્યા પ્રમાણે હાલ તમામ 24 અસરગ્રસ્તોની હાલત સ્થિર છે. જે સાત વ્યક્તિઓ વેન્ટિલેટર પર હતા તેઓને પણ વેન્ટિલેટર પરથી ખસેડી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Surat Corona Update: કોરોનાનો મહાવિસ્ફોટ: બપોર સુધી 550થી વધુ કેસ નોંધાયા, એક મહિલાનું મોત

આ પણ વાંચો : Surat: હવે ચેતી જવાની જરૂર, હોસ્પિટલમાં દાખલ થવાનો દર ધીમી રીતે વધી રહ્યો છે

Next Article