Surat: વરાછામાં પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન

|

Jun 30, 2022 | 10:13 PM

વરાછાના (Varachha) માનગઢ ચોકથી મોટાવરાછા સુધી સૌ પ્રથમ વખત ભગવાન જગન્નાથની(Jagannath) રથયાત્રાનું આયોજન 1 જુલાઇના રોજ થવા જઇ રહ્યું છે.

Surat: વરાછામાં પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન
ફાઈલ ફોટો

Follow us on

Surat: વરાછાના (Varachha) માનગઢ ચોકથી મોટાવરાછા સુધી સૌ પ્રથમ વખત ભગવાન જગન્નાથની (Jagannath) રથયાત્રાનું આયોજન 1 જુલાઇના રોજ થવા જઇ રહ્યું છે. સંસ્થા સાથે જોડાયેલા સ્વામીઓ અને ભક્તો આ રથયાત્રામાં રથયાત્રાના રૂટ પર પ્રસાદીના સ્ટોલ નાખીને સેવાનો લ્હાવો લેશે. 10 થી 15 વિદેશી ભક્તો પણ હાજર રહેશે.

આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘ ઇસ્કોન વરાછા મંદિર દ્વારા પ્રથમ વખત વરાછા વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેકો ઇસ્કોન મંદિરોમાં છેલ્લા 50 વર્ષોથી રથયાત્રાનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે તેના એક ભાગરૂપે ઇસ્કોન વરાછા મંદિર દ્વારા પણ 01,જુલાઇ 2022ને શુક્રવારના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ રથયાત્રા દરમિયાન એક વિશાળ રથ, 10 ભગવાનની લીલા દર્શાવતી ઝાંખીઓ, 05 બળદગાડા, 02 બગી, 10 ઘોડા અને 05 હરીનામ સંકીર્તન ટિમ દ્વારા રથયાત્રાની ભવ્ય સ્વરૂપ શોભા વધારશે.

ભગવાન જગન્નાથની રથયાત્રાનો રૂટ

જગન્નાથ રથયાત્રાની શરૂઆત મીની બજારથી કરવામાં આવશે. આ રથયાત્રા બરોડા પ્રિસ્ટેજ, હીરાબાગ સર્કલ કાપોદ્રા-ઉતરાણ પુલ, વીઆઇપી સર્કલ, સુદામા ચોક, મોટા વરાછા મેઇન રોડ થઇને જેડીએમ ફાર્મમાં રથયાત્રાનો વિરામ થશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રથયાત્રામાં વિશાળ રથ સહિત પાંચ ભક્તોને મગ, ચણા, ખીર, ઢોકળાં, ફૂટ, ખીચડી પ્રસાદીરૂપે અપાશે

પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર વરાછા ઇસ્કોન મંદિર દ્વારા નીકળનારી રથયાત્રામાં ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ લીલાઓને મૂર્તિમંત કરીને ટ્રેક્ટર ઉપર રાખીને રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રથયાત્રાના રૂટ પર તમામ ભાવિકોને પ્રસાદ આપવામાં આવશે. રથયાત્રામાં દર્શનનો લાભ લેવા આવનાર તમામ ભાવિકોને મગ, ચણા, ખીર, ઢોકળા, ઇદડા, ફ્રુટ, શરબત, પાણી, ખીચડી આ બધું જ પ્રસાદ રૂપે આપવામાં આવશે. વરાછા વિસ્તારમાં સૌપ્રથમવાર રથયાત્રા નીકળવાની હોવાથી તમામ ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. આ યાત્રાને વરસાદનું વિઘ્ન ન નડે તે માટે પણ ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. બળદગાડા,બે બગી, 10 ઘોડા પણ રથયાત્રામાં જોડાશે.

Next Article