Surat : કામરેજ નજીક ઝાડ પર વીજળી પડતા નીચે ઉભેલા પાંચ વ્યક્તિ બેભાન

|

Aug 05, 2022 | 2:49 PM

સુરત (Surat )જિલ્લા ના કામરેજ માં ગત રોજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન કામરેજના કોળી ભરથાણા ગામે (Koli Bharathana village) વીજળી પાડવાનો બનાવ બન્યો હતો.

Surat : કામરેજ નજીક ઝાડ પર વીજળી પડતા નીચે ઉભેલા પાંચ વ્યક્તિ બેભાન
Surat: Five people standing unconscious after lightning struck a tree near Kamrej

Follow us on

લાંબા વિરામ બાદ સુરત (Surat ) શહેર અને જિલ્લામાં (District ) ફરી એકવાર વરસાદી (Rain ) માહોલ જોવા મળ્યો હતો. નજીવા સમય માટે વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી પાણી પણ થઇ ગયા હતા. પણ કામરેજના ભરથાણા (Koli Bharathana village) ગામમાં વીજળી પડવાના બનાવમાં ઝાડ નીચે ઉભેલા પાંચ વ્યક્તિઓ બેભાન થઇ ગયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.

કામરેજના ભરથાણા ગામમાં પડી વીજળી :

ભારે વરસતા વરસાદમાં અનેક વાર વીજળી પડવાના બનાવ પણ બનતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ કામરેજમાં બન્યો હતો. જ્યાં ગુરુવારે વરસેલા ભારે વરસાદમાં એક ઝાડ પર વીજળી પડી હતી. જે સમયે વીજળી પડી તે સમયે ઝાડ નીચે પાંચ વ્યક્તિઓ વરસાદથી બચવા માટે ઉભા હતા. જોકે વીજળી પડતા તેઓ બેભાન થઇ ગયા હતા. જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી.

વીજળી પડતા પાંચ વ્યક્તિઓ થયા બેભાન :

સુરત જિલ્લા ના કામરેજ માં ગત રોજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન કામરેજ ના કોળી ભરથાણા ગામે વીજળી પાડવાનો બનાવ બન્યો હતો. કોળી ભરથાણા ગામે હળપતિ વાસ માં એક ઝાડ નીચે ઉભેલા 5 વ્યક્તિ ઓ વરસાદ થી બચવા ઊભા હતા તે સમયે એ જ ઝાડ પર વીજળી પડતાં 5 વ્યક્તિ બેભાન થતા તમામ ને તાત્કાલિક ઇજાગ્રસ્ત હાલત માં સારવાર અર્થે નજીક ની ખાનગી દીનબંધુ  હોસ્પિટલ માં ખસેડાયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હાલ તમામની તબિયત સુધારા પર :

પાંચ ઇજાગ્રસ્તો માં એક યુવતી, એક બાળક, અને ત્રણ યુવક નો સમાવેશ થાય છે. તમામ હાલ સારવાર હેઠળ છે. અને તેઓ ની તબિયત પણ હાલ સુધારા પર હોવાનું બહાર આવ્યું છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકોના નામ રીંકલ શંકરભાઈ રાઠોડ, રોહિત છનાભાઈ રાઠોડ, મનોજ અરવિંદભાઈ રાઠોડ, રવિ કાળુ ભાઈ રાઠોડ, અને રાહુલભાઈ સુનિલભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article