Surat : પલસાણામાં ફરી એક વાર મિલના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી, સદનસીબે કોઈ જાનહાની નહીં

|

Aug 24, 2022 | 8:42 AM

સુરત જિલ્લાના પલસાણા (Palsana )તાલુકા ખાતે આવેલ તાતીથૈયા ખાતે વિનસ મીલની પાછળ પ્લાસ્ટિક બનાવતી સાઈ પ્લાસ્ટિક નામની મિલના સ્ક્રેપના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી

Surat : પલસાણામાં ફરી એક વાર મિલના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી, સદનસીબે કોઈ જાનહાની નહીં
Fire in Palsana (File Image )

Follow us on

ઔદ્યોગિક (Industrial ) એકમોથી ધમધમતા એવા પલસાણા (Palsana ) તાલુકાના મોટા ભાગનો વિસ્તાર પેકેજીંગ મટીરીયલ્સ બનાવતી મિલો તેમજ ડાંઇગ હાઉસોની ભરમાર ધરાવે છે. જોળવા, કડોદરા, વરેલી તેમજ તાતીથૈયા સહિતના વિસ્તારોમાં ધમધમી રહેલા ઔદ્યોગિક એકમોમાં આગની લાગવાની ઘટના કઈ નવાઈની વાત નથી. અગાઉ પલસાણા વિસ્તારમાં જ પ્લાસ્ટિકની બેગ બનાવતી વિવાહ પેકેજીંગ તેમજ અન્ય બીજી મિલોમાં આગની દુર્ઘટના બની ચૂકી છે. તેમજ અમુક આગની દુર્ઘટનામાં જાનહાની પણ થઈ ચૂકીછે. ત્યારે ફરી એકવાર પ્લાસ્ટિક બનાવતી મિલના સ્ક્રેપના ગોડાઉનમાં અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

સ્ક્રેપ ગોડાઉનમાં અચાનક જ ભભૂકી ઉઠી આગ

સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ તાતીથૈયા ખાતે વિનસ મીલની પાછળ પ્લાસ્ટિક બનાવતી સાઈ પ્લાસ્ટિક નામની મિલના સ્ક્રેપના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉન બંધ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અગમ્ય કારણો સર લાગેલી આગના કારણે આજુબાજુ અફરા તફરી મચી જવા પામી હતી. આગની ઘટના ની જાણ ફાય૨ વિભાગને કરતા અગ્નિ શામક દળ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું.

ગોડાઉન બંધ હોવાથી જાનહાની નોંધાઈ નથી

ઘટના સ્થળે આવી પહોંચેલા ડભોલી તેમજ પલસાણા અને કડોદરા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ચાર જેટલી ફાયરની ગાડીઓ સાથે ફાયરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જ્યારે બીજી તરફ સ્ક્રેપ નું ગોડાઉન બંધ હોવાથી કોઈ જાનહાની થવા પામી ના હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જોકે આવા ઔધોગિક એકમોમાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા બાબતે વારંવાર ફાયર વિભાગની ટકોર હોવા છતાં મિલમાલિકો દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે, જેના કારણે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. જોકે હજી પણ આ મામલે કોઈ સખ્ત કાર્યવાહી કરવામાં ન આવે તો આગામી દિવસોમાં આ નાની આગની ઘટનાઓ વિકરાળ રૂપ પણ ધારણ કરી શકે છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article