Surat : ખાનગી શાળાની સ્પર્ધામાં ટકી રહેવા સરકારી શાળામાં સુવિધા વધારવામાં આવશે, બાળકોનો એપ્ટિટ્યુડ ટેસ્ટ પણ લેવામાં આવશે

|

Feb 10, 2022 | 9:44 AM

સુરત મહાનગરપાલિકાની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કયું માધ્યમ પસંદ કરી શકે છે તે જાણવા માટે મનપાની સ્કૂલોમાં ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓનું એપ્ટિટ્યુડ કરવામાં આવશે. આ સાથે દિવ્યાંગ બાળકો માટે સ્માર્ટ આંગણવાડી અને સ્કૂલોમાં વિવિધ સુવિધા પણ ઉભી કરવામાં આવશે. 

Surat : ખાનગી શાળાની સ્પર્ધામાં ટકી રહેવા સરકારી શાળામાં સુવિધા વધારવામાં આવશે, બાળકોનો એપ્ટિટ્યુડ ટેસ્ટ પણ લેવામાં આવશે
File Image

Follow us on

સુરત મનપા(SMC)  એક માત્ર એવી પાલિકા છે . જે અલગ અલગ સાત ભાષામાં(Language )  બાળકોને અભ્યાસ કરાવી રહી  છે. આ વર્ષે પણ ખાનગી (private ) શાળાઓમાં અભ્યાસ કરતા 14 હજાર જેટલા બાળકોએ મનપાની સ્કુલમાં એડમિશન લીધું છે. ખાનગી સ્કુલોની જેમ જ મનપાની સ્કુલોમાં પણ ઉચ્ચ અભ્યાસ આપવામાં આવી રહ્યો છે . વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધા મળી રહે તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે .

સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં એક એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુમન અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે. પોતાના સંતાનોને ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરાવવું ગરીબ અને સામાન્ય પરિવાર માટે મુશ્કેલ બનતું ચાલ્યું છે. ત્યારે મનપાની સ્કૂલોમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી શાળાની જેવી જ સવલતો પુરી પાડવા માટે દરેક ઝોનમાં એક સ્માર્ટ સ્કૂલ પણ બનાવવામાં આવશે.

આ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કૂલોમાં બે સ્માર્ટ બોર્ડ, શૈક્ષણિક ચલચિત્ર અને 3ડી પેઈન્ટના માધ્યમથી શિક્ષણ પૂરું પાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સાથે શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા સુમન શાળાઓના શિક્ષકો અને આચાર્યોના પર્ફોર્મન્સનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ, આચાર્યોને પ્રમાણપત્ર આપવાનું તેમજ શ્રેષ્ઠ સ્કૂલોને પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કયું માધ્યમ પસંદ કરી શકે છે તે જાણવા માટે મનપાની સ્કૂલોમાં ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓનું એપ્ટિટ્યુડ કરવામાં આવશે. આ સાથે દિવ્યાંગ બાળકો માટે સ્માર્ટ આંગણવાડી અને સ્કૂલોમાં વિવિધ સુવિધા પણ ઉભી કરવામાં આવશે.

આમ, હવે સારું અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે ફક્ત ખાનગી શાળાઓમાં જ જવું પડે એ જરૂરી નથી. સુરતમાં રહેતા પરપ્રાંતીયો અને ગરીબ સામાન્ય પરિવારો પણ સરકારી શાળામાં પોતાના સંતાનોને અભ્યાસ કરાવી શકશે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ મહાનગરપાલિકા દ્વારા ઉચ્ચતર શિક્ષણ પણ મળે તે માટે ધોરણ 11 અને ધોરણ 12 તેમજ સાયન્સના વર્ગોને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat: RTO કચેરીમાં એજન્ટોની દાદાગીરી, એક એજન્ટે ARTOની ચેમ્બરમાં જઈ અધિકારીનો કોલર પકડી લીધો

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 19 ફેબ્રુઆરીએ સુરત આવશે,બાજીપૂરામાં સહકાર સંમેલનમાં હાજરી આપશે

Next Article