Surat : દુકાનદારો સાવચેત રહેજો, ઠગોએ અપનાવ્યો છે ઠગાઈનો નવો કીમિયો, જાણો વિગત

|

Jun 01, 2022 | 1:02 PM

વૃદ્ધે (Elder ) પણ આવું કેમ કરવું પડ્યું તે મોટી વાત છે ? અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે યુવકો દ્વારા છેતરપિંડી કે ચોરી કરતા હોય પણ આ વૃદ્ધ પોતે ચાલી શકતા નથી છતાં પણ આવુ કરી રહ્યા છે.

Surat : દુકાનદારો સાવચેત રહેજો, ઠગોએ અપનાવ્યો છે ઠગાઈનો નવો કીમિયો, જાણો વિગત
Elderly gang identified as Jalaram Virpur Mandal chief buys 80,000 dried fruits and ran away (File Image )

Follow us on

સુરતના (Surat ) અલથાણ વિસ્તારમાં આવેલ વિવેકાનંદ ગાર્ડન નજીક ડ્રાયફ્રુટ (Dry fruit ) બજાર નામના સ્ટોરમાં વૃદ્ધ (Aged )અને આધેડ મહિલાએ જલારામ વીરપુર મંડળના મુખીયા તરીકે ઓળખ આપી પ્રસાદમાં ડ્રાયફ્રુટ વહેચવા કાજુ, બદામ અને અખરોટના અંદાજીત 80 હજારનો માલ ખરીદી કરી પેમેન્ટ આપ્યા વિના રફુચક્કર થઇ જતા ખટોદરા પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાય છે. જ્યારે આ ગેંગ દ્વારા મુંબઈ ખાતે 40 થી 50 લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં તો ખટોદરા પોલીસે સીસીટીવી ના આધારે આ ગેંગ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતમાં આ ગેંગ દ્વારા પહેલી વાર હાથફેરો કર્યો હોવાની વાત સામે આવી રહી છે. ત્યાં મુંબઈ માં પણ એક નહિ પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી રહી છે.  ત્યાં સુરત ના અલથાણના વિવેકાનંદ ગાર્ડન સામે જીવકોર સોસાયટીમાં ડ્રાયફ્રુટ બજાર નામનના સ્ટોરમાં અચાનક જ એક કારમાં મુંબઈ પાર્સિંગ વાળી ગાડી આવે છે અને બાદમાં દુકાનમાં જેમાં અંદાજે 70 વર્ષીય પુરૂષ અને 50 વર્ષીય મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા.

બંનેએ દુકાનદાર હિતેશ બાબુલાલ સકલેચા ને પોતે જલારામ મંડળ વીરપુરના મુખીયા છે અને તેઓની હેડ ઓફિસ મહારાષ્ટ્રના થાણે ખાતે સાંઇધામ સોસાયટીમાં રામચંદ નગરમાં આવેલી છે. બંનેએ પ્રસાદ રૂપે ડ્રાયફ્રુટ વહેંચવાના હોવાથી વધારે જથ્થામાં ડ્રાયફ્રુટ જોઇએ છે એમ કહી 66 કિલોગ્રામ કાજુ, 42 કિલોગ્રામ બદામ, 1 કિલોગ્રામ અખરોડ મળી કુલ રૂ. 79 હજારના ડ્રાયફ્રુટ ખરીદી પેક કરાવી દુકાનની સામે ઉભેલી ટેક્સી પાર્સીંગની એમએચ-04 જેયુ-7288 માં મુકાવ્યા હતા.રૂપિયા કારમાં હોવાથી આપીએ તેમ કહી ને ગાડી લઈને ફરાર થઈ ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આમ વૃદ્ધે પણ આવું કેમ કરવું પડ્યું તે મોટી વાત છે ? અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે યુવકો દ્વારા છેતરપિંડી કે ચોરી કરતા હોય પણ આ વૃદ્ધ પોતે ચાલી શકતા નથી છતાં પણ આવુ કરી રહ્યા છે. આમ આ ફોર વહીલમાં આવેલ વૃદ્ધ પેમેન્ટ પેટે જલારામ મંડળને બદલે પર્સનલ એકાઉન્ટનો ચેક આપતા દુકાનદારે સ્વીકાર્યો ન હતો અને પેમેન્ટ કેશમાં કરવા કહ્યું હતું.

જેથી વૃદ્ધે  હું ગાડીમાંથી કેશ લઇને આવું છું જેથી દુકાનદારને વિશ્વાસ આવ્યો કે પેમેન્ટ ગાડી માં હશે એમ કહી વૃદ્ધ કાર હંકારીને ભાગી ગયા હતા. દુકાનના સ્ટાફે મોપેડ પર કારનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જો કે દુકાનદાર હિતેશે વૃદ્ધે આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક  કરતા હું દસ મિનીટમાં આવું છું. જેથી દુકાનદાર ને શંકા જતા તુરત જ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી અને બાદમાં સીસીટીવી ના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Next Article