Surat : રાષ્ટ્રપતિના અપમાન વિરુદ્ધ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીનું માંગરોળમાં પૂતળા દહન કરાયું

|

Jul 30, 2022 | 9:29 AM

કોંગ્રેસ (Congress )ના નેતા અધીર રંજન દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે, તેનાથી સમગ્ર આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. જેથી આ મામલે કોંગ્રેસે આદિવાસી સમાજની માફી માંગવી જોઈએ.

Surat : રાષ્ટ્રપતિના અપમાન વિરુદ્ધ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીનું માંગરોળમાં પૂતળા દહન કરાયું
BJP Oppose (File Image )

Follow us on

માંગરોળ(Mangrol ) તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે ભાજપ(BJP)  સંગઠને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના અપમાન વિરુદ્ધ દેખાવો વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ (Congress )અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિવાદિત નિવેદન કરનાર કોંગ્રેસી નેતા અધિર રંજન ચૌધરી ના પૂતળાનું દહન કર્યું હતું. માંગરોળ મામલતદાર કચેરી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા ના નેતૃત્વ હેઠળ ભાજપ સંગઠનના કાર્યકર્તાઓએ પોસ્ટરો બેનરો સાથે કોંગ્રેસ વિરુદ્ધ આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને અધિર રંજન ચૌધરી ના પૂતળાનું મામલતદાર કચેરી સામે આગ ચાંપી પૂતળા દહન કર્યું હતું. ત્યારબાદ સુત્રોચ્ચાર સાથે ભાજપ કાર્યકર્તાઓ રેલી આકારે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ફરજ પર ના મામલતદાર આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેઓએ  રાજ્યપાલ ને સંબોધીને જણાવ્યું કે આઝાદીના 75 વર્ષ પછી પ્રથમ વાર દેશનું બંધારણીય રીતે સર્વોચ્ચ પદ ગણાતું રાષ્ટ્રપતિ પદ એક છેવાડાના આદિવાસી મહિલાને મળ્યું છે જે સમગ્ર આદિવાસી સમાજ માટે અતિ ગૌરવની બાબત છે.

કોંગ્રેસના નેતાઓએ તેમની ભવ્ય જીત ને બિરદાવવાના બદલે અપમાનિત કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસી નેતાએ વારંવાર મહા મુહિમ રાષ્ટ્રપતિ ને રાષ્ટ્ર પત્ની તરીકે ઇરાદાપૂર્વક શબ્દ પ્રયોગ કરી અપમાનિત કર્યા છે આદિવાસી સમાજમાં કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ સમગ્ર દેશ લેવલે તીવ્ર રોષ છે આદિવાસી સમાજ કોંગ્રેસ પાર્ટીના અપમાનજનક કૃત્ય ને સખત શબ્દોમાં વખોડે છે. આ ગંભીર અપરાધ બદલ કોંગ્રેસ પક્ષ આદિવાસી સમાજની માફી માંગે તેવી માંગ કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસ ના નેતા અધીર રંજન દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે, તેનાથી સમગ્ર આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. જેથી આ મામલે કોંગ્રેસે આદિવાસી સમાજની માફી માંગવી જોઈએ. આ જ માંગ સાથે આવેદન આપવા ઉપરાંત તેમના દ્વારા સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી દ્વારા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

Input Credit Suresh Patel (Olpad )

Next Article