સુરત(Surat )ના વરાછા ગ્લોબલ ટેકસટાઇલ માર્કેટમાં (Market )પેઢી બંધ કરી રૂપિયા 21.48 કરોડ નુ ઉઠમણું કરનાર 2 આરોપીને ઇકો સેલ(Eco Cell ) ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દલાલ તેમજ મુખ્ય આરોપીને પકડી તેમની પાસે 4 કરોડ 50 લાખનો કાપડનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ગ્લોબલ માર્કેટની અંદર કેટલાક વેપારીઓ આયોજન પૂર્વક કરોડો રૂપિયાનો માલ લઈને ઊભો કર્યો હોવાની વાત વહેતી થઈ હતી. વેપારીઓ તાત્કાલિક ભેગા થયા હતા અને સુરત ભોગવા એસોસિયનને જાણ કરી હતી. ત્યારબાદ તમામ વેપારીઓ સાથે રાખી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરતાની સાથે તાત્કાલિક સુરત પોલીસ કમિશનર દ્વારા આ બાબતે અલગ-અલગ ફરિયાદ નોંધી હતી અને તપાસ પણ સોંપવામાં આવી હતી.
તે દરમિયાન સુરત દ્વારા સૌપ્રથમ એક દલાલની ધરપકડ પણ કરવામાં આવી હતી.આ ઘટના માં વર્ષ 2022 ના સમયગાળા દરમ્યાન એ.ડી.એસ. કલ્ચરના પ્રોપરાયટર તથા વહીવટ કર્તા દીક્ષીતભાઇ બાબુભાઇ મિયાણી તથા અનશભાઇ ઇકબાલભાઇ મોતીયાણી, અજીમ રફીક ઉર્ફે અલ્લારખા પેનવાલા અને તેમના મળતીયા દલાલો જીતેન્દ્ર દામજીભાઇ માંગુકીયા તથા મહાવીર પ્રસાદ ટાપરીયા સાથે મળી ઉઠમણા નું કાવતરૂ રચ્યું હતું.
સુરત પોલીસ કમિશનર દ્વારા આ બાબતે ગંભીરતાથી લઇ તપાસ સોંપવામાં આવી હતી ત્યારે ઇકો સેલના એસીપી પરમાર અને પીઆઇ બલોચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રથમ જે માર્કેટની અંદર ઉઠમણું કરનાર વેપારીઓની દુકાન ગોડાઉન હતું. તો બીજા માર્કેટની અંદરથી ગોડાઉન હતા. તે ગોડાઉન સર્ચ કરી તાત્કાલિક પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા અને દુકાનની બહાર પોલીસ ગાર્ડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી ઉઠમણું કરનાર વેપારીઓ કોઈ ગોલમાલ ન કરી શકે.
તપાસમાં આ આરોપીઓએ ફરીયાદી તથા ગ્રે કાપડનો ધંધો કરનાર વીવર્સો પાસેથી કૂલ રૂપીયા 17 કરોડ 53 લાખ 25,536 નો ગ્રે કાપડનો માલ ખરીદી કર્યો હતો. માર્કેટ ભાવ પ્રમાણે ઉધારમાં કાપડનો માલ ખરીદ કરી અલગ-અલગ વેપારીઓને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે રોકડેથી વેચાણ કરતા હતા. જેમાં સહ આરોપી રવિ જેઠુભા ગોહીલ ઓમ ફેબ્રીક્સ ના માલીક ના નામના બીલો તથા ફ્યુચર ક્રીએશન અને ભગવતી ટેક્ષટાઈલ્સ ના બીલો બનાવતો હતો. ફરીયાદી તથા વીવર્સોને પેમેન્ટ નહીં કરી પોતાની ગ્લેાબલ માર્કેટની દુકાન બંધ કરી ઉઠમણું કરી ભાગી ગયા હતા.
હાલ આરોપીઓ ની ધરપકડ કરી ઈ.પી.કો કલમ 409, 420, 506(2), 120(બી), 34 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. R.N.C એન્ટરપ્રાઇઝ ના પ્રોપરાયટર તથા વહીવટ કર્તા સ્મીત ચંન્દ્રકેતુ છાટબાર, જનક દિપકભાઈ છાટબાર, અનુસભાઈ ઈકબાલભાઇ મોતીયાણી તેમજ અજીમ રફીક ઉર્ફે અલારખ્ખા પેનવાલા નાઓએ તેમના મળતીયા દલાલા એ મળી કાવતરૂ રચી ધંધાની ફર્મનુ જી.એસ.ટી. ખોટા સરનામે મેળવી ફરીયાદી તથા ગ્રે કાપડનો ધંધો કરનાર વીવર્સો સાહેદો પાસેથી કાપડ ખરીદ્યું હતું.
ગ્રે કાપડનો માલ માર્કેટ ભાવ પ્રમાણે ઉધારમાં ખરીદ કરી અલગ-અલગ વેપારીઓને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે વેચાણ કરી સહ આરોપી રવિ જેઠુભા ગોહીલ તથા અશ્વીન જેઠુભા ગાહીલ થકી ઓમ ફેબ્રીક્સ અને આયશા ટેક્ષટાઇલ્સ ના નામે બીલો બનાવી રોકડમાં નાણા મેળવી ઉઠમણું કર્યું હતું. ફરીયાદી તથા વીવર્સોને પેમેન્ટ નહીં કરી પોતાની ગ્લેાબલ માર્કેટની દુકાન બંધ કરી નાશી ગયેલ હોય જે બાબતે ફરીયાદી ધર્મેશકુમાર બાબુભાઈ પટેલએ ફરીયાદ આપતા વરાછા પોલીસે કાર્યવાહી આરંભી છે.