Surat : સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી, અઠવાડિયા સુધી રહેશે ડાઈવર્ઝન

|

May 08, 2022 | 2:33 PM

સુરતમાં (Surat) પાલિકા જાણે ખોદોત્સવ ઉજવી રહી હોય તેવી સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં ડ્રેનેજના (Drainage) કામો ચાલી રહ્યાં છે. સેન્ટ્રલ ઝોનના તમામ મુખ્ય સાથે આંતરિક રસ્તાઓ પર વ્યાપક ખોદકામોએ ઉબડખાબડ રસ્તાથી રાહદારીઓ વાહન ચાલકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે.

Surat :  સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી, અઠવાડિયા સુધી રહેશે ડાઈવર્ઝન
Drainage line replacement operation in Central Zone area, Surat

Follow us on

સુરત (Surat) મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વર્ષો જુની પાણી અને ડ્રેનેજની લાઇન (Drainage line) બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન રાજમાર્ગના સ્વામી સમર્થ ચોક સિનેમા રોડ પર ડ્રન લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેના પગલે આગામી 9મી મેથી એક સપ્તાહ સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે જ્યાં કામગીરી થાય છે તે રસ્તાના વિકલ્પ તરીકે ગલેમંડી અને લક્કડકોટ સહીતના રસ્તાનો ઉપયોગ કરવાની અપીલ મહાનગરપાલિકા (Corporation) દ્વારા કરવામાં આવી છે.

સુરતમાં પાલિકા જાણે ખોદોત્સવ ઉજવી રહી હોય તેવી સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં ડ્રેનેજના કામો ચાલી રહ્યાં છે. સેન્ટ્રલ ઝોનના તમામ મુખ્ય સાથે આંતરિક રસ્તાઓ પર વ્યાપક ખોદકામોએ ઉબડખાબડ રસ્તાથી રાહદારીઓ વાહન ચાલકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. ત્યારે હવે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પણ વર્ષો પૂર્વે પાણી અને વ્રજની લાઇન નાખવામાં આવી રહી છે. સુરત શહેરમાં વસ્તી વધારો થવા સાથે પાણી અને ડ્રેનેજ લાઇન લિકેજ થવાની અનેક ફરિયાદ ઉઠતા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાણી અને ડ્રેનેજનું નવું નેટવર્ક નાખવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. જેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મેટ્રોરેલની કામગીરી પણ ખુબ ઝડપથી આગળ વધી રહી હોવાથી ઠેરઠેર ખોદકામને પગલે રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં 4 માં આવેલા રાજમાર્ગ પરના સ્વામી સમર્થ ચોક સિનેમા રોડ પરની ડ્રેનેજની જુની લાઇન બદલવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવશે. જેથી આગામી 9 થી 13 મે સુધી રસ્તો બંધ રાખવાની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એક અઠવાડિયા સુધી રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેતા ટ્રાફીકની ભારે સમસ્યા સર્જાય તેવી શક્યતા જોવાઇ રહી છે. લોકોએ હાલાકીનો સામનો નહી કરવો પડે તે માટે સિનેમા રોડના વિકલ્પ તરીકે દારૂખાના રોડથી ગલેમંડી ચાર રસ્તા થઇ સ્ટેશન તરફ જઇ શકાશે. તેમજ રાજમાર્ગ લક્કડકોટ શેરી થઇ ગલેમંડી ચાર રસ્તા રોડ પરથી ચોક તરફ જતા રોડ પરથી અવરજવર થઇ શકશે. આ સાથે કોર્ટ વિસ્તારની આતરીક ગલીઓનો પણ ઉપયોગ થઇ શકશે.

Next Article