Surat Diamond Bourse : ડાયમંડ બુર્સ ખાતે ડ્રિમ સિટીની ઓળખ સમાન શ્રેષ્ઠતમ ગેટનું કામ પૂર્ણતાને આરે

|

May 17, 2022 | 10:05 AM

ડાયમંડ (Diamond )ગ્રાઇન્ડીંગના વ્યવસાયમાં વપરાતું ડાયમંડ ગ્રાઇન્ડીંગ ટૂલ ડાયમંડ બર્સ-ડ્રીમ સિટીની ઓળખને ધ્યાનમાં રાખીને પ્રવેશદ્વારને આકર્ષક બનાવવા માટે બાઉલના આધારે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

Surat Diamond Bourse : ડાયમંડ બુર્સ ખાતે ડ્રિમ સિટીની ઓળખ સમાન શ્રેષ્ઠતમ ગેટનું કામ પૂર્ણતાને આરે
Main Gate of Surat Diamond Bourse (File Image )

Follow us on

સુરત ડાયમંડ બુર્સનું(SDB) કામ રોકેટ ગતિથી આગળ વધી રહ્યું છે. જેમાં પહેલા ફેઝમાં 2.6 કિલોમીટરમાં સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા, પાણી પુરવઠા(Water ) નેટવર્ક, ડ્રેનેજ સુવિધા, ઇલેક્ટ્રિક, બ્યુટીફીકેશન (Beautification) સહિતની કામગીરી પૂર્ણતાના આરે છે. આ કામગીરી 104 કરોડના ખર્ચે પુરી કરવામાં આવશે. જયારે બીજા ફેઝમાં રૂ. 215 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની કામગીરી પણ શરૂ થઇ ગઈ છે. ડ્રિમ સીટી ખાતે મેટ્રો ઉપરાંત બીઆરટીએસ અને સીટી બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં અહીં વહીવટી ભવન અને 53 હજાર ચોરસ મીટર જગ્યામાં ગ્રીન સ્પેસ વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના શ્રેષ્ઠ ગેટમાંથી વડાપ્રધાનનો કાફલો પ્રવેશશે

ડાયમંડ બુર્સનું વિશેષ નજરાણું તેનો ગેટ બની રહેવાનો છે. એવું કહેવાય રહ્યું છે કે ડ્રિમ સિટીનો ગેટ ગુજરાતનો સૌથી શ્રેષ્ઠ ગેટ બનશે. રૂ. 9 કરોડના ખર્ચે ડાયમંડ આકારના સંપૂર્ણ ગ્લાસનાં ગેટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 75 ટકા થી વધુની કામગીરી પુરી થઇ ગઈ છે. આ ગેટમાં જ કાફેટેરિયા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં આટલો વિશાળ અને ડેકોરેટિવ ગેટ ક્યાંય નથી. સૂત્રોનું માનીએ તો જાન્યુઆરીમાં જયારે પીએમ મોદી અહીં ઉદ્ઘાટન માટે આવશે ત્યારે વડાપ્રધાનનો કાફલો આ ગેટમાંથી પસાર થઈને ડ્રિમ સિટીમાં પ્રવેશ કરશે.

મુખ્ય પ્રવેશદ્વારના આકર્ષણ નીચે મુજબ છે

  1. 60 મીટર પહોળા ગેટને આવરી લેતો વિસ્તાર 67.10 મીટર અને 31.45 મીટર, 15 મીટર ઊંચો હશે.
  2. પસાર થતા તમામ વાહનો અને મુલાકાતીઓ માટે ડિજિટલ ચેકિંગ સિસ્ટમ. સ્કાયડેક વિઝન વ્યુઇંગ ગેલેરીમાં 25 ફુટની ઉંચાઈ પર આવેલ વ્યાપારી અને પ્રવાસીઓ માટે આકર્ષણોનું કેન્દ્ર બનશે આ પ્રવેશદ્વાર
  3. મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
    1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
  4. મુલાકાતી માટે પ્રવેશ દ્વાર, શૌચાલય પાસે લિફ્ટની સુવિધા હશે.
  5. ડાયમંડ બુર્સના ઉદઘાટન પહેલા આ મહિનાના અંતમાં ડાયમંડ બુર્સના પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે.

ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું કામ પૂર્ણતાના આરે, સ્કાયડેક ગેલેરી 25 ફૂટ ઊંચી બનાવાઈ

ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરના ખજોદ ખાતે ડ્રીમ સિટી પ્રોજેક્ટ વિસ્તારના મુખ્ય ગેટનું બાંધકામ પૂર્ણતાના આરે છે. ડાયમંડ ગ્રાઇન્ડીંગના વ્યવસાયમાં વપરાતું ડાયમંડ ગ્રાઇન્ડીંગ ટૂલ ડાયમંડ બર્સ-ડ્રીમ સિટીની ઓળખને ધ્યાનમાં રાખીને પ્રવેશદ્વારને આકર્ષક બનાવવા માટે બાઉલના આધારે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારને આધુનિક સુરક્ષા કવચયુક્ત બનાવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવશે.

પાંચ ફેઝમાં ડ્રિમ સિટીની કામગીરી સાકાર કરાશે

ડ્રિમ સીટી સાકાર કરવા માટે રાજ્ય સરકારે 2016 માં ખુડાની રચના કરી હતી. તેના સંચાલન માટે રાજ્ય સરકારે રૂ. 100 કરોડની પેઈડ અપ કેપિટલ સાથે કંપનીની રચના કરી છે. આ કંપનીનું કામ ડ્રિમ સીટી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. પાંચ ફેઝમાં ડ્રિમ સીટી પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે.

Next Article