Surat : સુરત ડાયમંડ એસોસિયેશન લુઝ ડાયમંડનું યોજાશે એકઝીબીશન, રોડ શો થકી અપાઈ રહ્યું છે આમંત્રણ

|

May 29, 2022 | 12:45 PM

સુરત ડાયમંડ એસોસિએશનની(Diamond Association) એક્ઝિબિશન કમિટીના ચેરમેન ગૌરવ સેઠીએ જણાવ્યું હતું કે આ વખતે લેબગ્રાઉન ડાયમંડનો પણ એક્ઝિબિશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એસોસિએશને તેના તરફથી પ્રતિનિધિમંડળ અને બહારથી આવતા ખરીદદારોની સુવિધા માટે વ્યવસ્થા કરી છે

Surat : સુરત ડાયમંડ એસોસિયેશન લુઝ ડાયમંડનું યોજાશે એકઝીબીશન, રોડ શો થકી અપાઈ રહ્યું છે આમંત્રણ
Surat Diamond Association Exhibition Preparation

Follow us on

સુરત(Surat) ડાયમંડ એસોસિએશનના સિગ્નેચર એકઝીબીશનનું (Exhibition) ત્રીજું પ્રદર્શન 15 જુલાઈથી સુરતમાં યોજાવા જઈ રહ્યું છે. આ વખતે આયોજકોએ આ એકઝીબીશનમાં નેચરલ લૂઝ ડાયમંડ(Diamond)તેમજ લેબગ્રોન ડાયમંડનો સમાવેશ કર્યો છે.એકઝીબીશનના આયોજકો દેશ અને દુનિયાના ખરીદદારોને આમંત્રિત કરવા માટે અલગ અલગ ટીમો બનાવીને વિવિધ શહેરોમાં રોડ શોનું આયોજન કરી રહ્યા છે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ વખતે આ પ્રદર્શનમાં ત્રણ દિવસમાં રૂ. 800 કરોડથી વધુનું ટર્નઆઉટ જોવા મળશે.દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સ્પાર્કલ એક્ઝિબિશનની તર્જ પર, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પણ વર્ષ 2018 થી છૂટક હીરાના કેરેટ પ્રદર્શનનું આયોજન કરવાનું શરૂ કર્યું છે. 2020 અને 2021માં કોરોનાને કારણે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ન હતું. કોરોનાની મહમરીમાંથી બહાર આવ્યા પછી, ત્રીજું એકઝીબીશન 15 જુલાઈ 2022 ના રોજ આયોજિત થવા જઈ રહ્યું છે.

પ્રદર્શનમાં સામાન્ય અને પ્રીમિયમ બૂથ રાખવામાં આવ્યા

સુરત ડાયમંડ એસોસિએશનની એક્ઝિબિશન કમિટીના ચેરમેન ગૌરવ સેઠીએ જણાવ્યું હતું કે આ વખતે લેબગ્રાઉન ડાયમંડનો પણ એક્ઝિબિશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એસોસિએશને તેના તરફથી પ્રતિનિધિમંડળ અને બહારથી આવતા ખરીદદારોની સુવિધા માટે વ્યવસ્થા કરી છે.અવધ યુટોપિયામાં યોજાનાર આ પ્રદર્શનમાં સામાન્ય અને પ્રીમિયમ બૂથ રાખવામાં આવ્યા છે. 150 જેટલા બૂથના પ્રદર્શનમાં 125 લૂઝ ડાયમંડના સ્ટોલ છે. આ સાથે ઘણા જ્વેલર્સે પણ બૂથ લીધા છે. પ્રદર્શનમાં આઠસો કરોડનું ટર્નઓવર જોવા મળશે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

એકઝીબીશનમાં ભાગ લેવા માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. રોડ શો ટીમના મહેશ કાકડિયાએ જણાવ્યું કે જયપુરમાં તેમનો રોડ શો ઘણો સફળ રહ્યો છે. આ સિવાય ભોપાલ, ઈન્દોર, કોલકાતા, રાયપુર, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ સહિત અન્ય ઘણા શહેરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આયોજકો અમેરિકા, દુબઈ, થાઈલેન્ડ સહિત અન્ય ઘણા દેશોમાં આ એકઝીબીશન માટે પ્રચાર કરી રહ્યા છે.

Next Article