Surat : સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 427 શિક્ષકોની ઘટ, મહેકમ મુકાવાની રાહમાં તંત્ર

|

Apr 01, 2022 | 9:06 AM

જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા હોવા છતાં પણ શિક્ષકોની ઘટ્ટના મહત્વના મુદ્દે અન્યાય થતો હોવા અંગે ઉપલા સ્તરે અવાજ ઉઠાવીને આ પ્રશ્નનો ઉકેલ માટે પ્રયાસો કરાયા હોવાનું અને ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગમાં રજુઆત કરાઇ હોવાનું શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાવિની પટેલ જણાવી રહ્યાં છે .

Surat : સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 427 શિક્ષકોની ઘટ, મહેકમ મુકાવાની રાહમાં તંત્ર
Teachers shortage in schools (File Image )

Follow us on

રાજ્યમાં(State ) પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધરે તેમજ નાનપણથી ભૂલકાઓ ખાનગી શાળાના(School ) વિદ્યાર્થીઓને ટક્કર આપી શકે તેવું જ્ઞાન મેળવે તે હેતુ સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ(Grant ) ફાળવવામાં આવે છે . શિક્ષણના આધુનિકરણના નામે ધુમાડો કરવામાં આવી રહ્યો છે પરંતુ નાના ભૂલકાઓને શિક્ષણ આપવાની જવાબદારી જેવોના શિરે છે તેવા જ ગુરુઓની પૂરતા પ્રમાણમાં ભરતી કરવામાં ન આવતા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિનપ્રતિદિન કથળતું જઇ રહ્યું છે. જિલ્લાની 938 સરકારી પ્રાથમિક શાળાઓમાં 4300 શિક્ષકોના મંજૂર મહેકમ સામે લાંબા સમયથી 427 શિક્ષકોની ઘટ્ટ હોવાનું સામે આવી રહ્યું છે . વધુ વિગતો મુજબ સુરત જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા 938 ની છે . જે પૈકી ધોરણ 1 થી 8 માં 1.13 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે સામે ખાનગી શાળાઓના વધી રહેલા વ્યાપ સામે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો માટે સરકારી શાળાઓ જ કારકિર્દી ઘડતરના પાયા સમાન સાબિત થતી હોય છે .

પરંતુ જિલ્લાની પ્રાથમિક શાળાઓની નાના ભૂલકાઓને શિક્ષણ આપવાની જવાબદારી જે ગુરુઓના શિરે છે તેવા માસ્તરોની જ મસમોટી ઘટ્ટ હોય બાળકો નો શિક્ષણનો પાયો મજબૂત બનવાને બદલે દિનપ્રતિદિન જર્જરિત બનતો જઇ રહ્યો છે . આંકડાકીય વિગતો પર દ્રાિત કરવામાં આવે તો જિલ્લામાં 938 સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો . 1 થી 8 માં 4300 શિક્ષકોનું મહેકમ મંજૂર છે જેની સામે 3873 શિક્ષકો જ ઉપલબ્ધ છે.

ધો .1 થી 5 માં 200 શિક્ષકો અને 6 થી 8 માં 227 શિક્ષકોની ઘટ્ટ હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આમ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 427 શિક્ષકોના મહેકમની ઘટ્ટ છે આ ઘટ્ટ માત્ર ચાલુ વર્ષે હોય તેવું નથી પરંતુ વર્ષોથી આ પ્રમાણેનો સિલસિલો ચાલુ હોવાનું આંકડાઓ ઉપરથી સ્પષ્ટ થઇ રહ્યું છે .

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ગાંધીનગર રજૂઆત કરાઇ છે મહેકમ પૂરાયું નથી : અધ્યક્ષ ભાવિનીબેન પટેલ

જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા હોવા છતાં પણ શિક્ષકોની ઘટ્ટના મહત્વના મુદ્દે અન્યાય થતો હોવા અંગે ઉપલા સ્તરે અવાજ ઉઠાવીને આ પ્રશ્નનો ઉકેલ માટે પ્રયાસો કરાયા હોવાનું અને ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગમાં રજુઆત કરાઇ હોવાનું શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાવિની પટેલ જણાવી રહ્યાં છે . ઉપલા સ્તરેથી મહેકમ મુકાય તો અમને મૂકવામાં શું વાંધો હોઇ શકે એમ પણ ઉમેર્યું હતું .

આ પણ વાંચો :

Surat : પોલીસ વિભાગની ડુપ્લીકેટ રસીદ બનાવી ઉઘરાણી કરતા બે લોકરક્ષક સામે ગુનો નોંધાયો

Surat : સ્મીમેર રેગિંગ પ્રકરણ : ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો આદેશ

Next Article