Surat : સિવિલ હોસ્પિટલમાં મોટા અકસ્માત દુર્ઘટના સામે લડી લેવા સજ્જ, 40 બેડનો અલગ વોર્ડ તૈયાર કરાશે

|

Jan 31, 2022 | 1:06 PM

થોડા દિવસો પહેલા ટેન્કરમાંથી ઝેરી કેમિકલ ગટરમાં ઠાલવતી વખતે બનેલી ગેસ દુર્ઘટનાના 20થી વધુ દર્દીઓ સિવિલમાં પહોંચ્યા હતા. આ વિચાર તેમની સારવાર દરમિયાન આવ્યો હતો. ગેસ દુર્ઘટનાના તમામ 23 દર્દીઓને એકે જ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી

Surat : સિવિલ હોસ્પિટલમાં મોટા અકસ્માત દુર્ઘટના સામે લડી લેવા સજ્જ,  40 બેડનો અલગ વોર્ડ તૈયાર કરાશે
Surat Civil Hospital (File Image )

Follow us on

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital )  સામૂહિક અકસ્માત દુર્ઘટના માટે 40 બેડનો અલગ વોર્ડ(Ward )  તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં  ગેસથી બેભાન થયેલા 23 દર્દીઓને આ જ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી. આ વોર્ડમાં તમામ બેડમાં ઓક્સિજન, 10 વેન્ટિલેટર અને અલગ નર્સિંગ ડિસ્પેન્સરી પણ હશે. જેમાં મોટા અકસ્માતમાં(Accident ) ઘાયલોને આ જ વોર્ડમાં તાત્કાલિક સારવાર મળી શકશે.

તાજેતરમાં સચિન જીઆઈડીસીમાં બનેલી ગેસ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને હોસ્પિટલ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે કેમ્પસમાં ઈમારતો ઉપલબ્ધ છે. જેથી વોર્ડની કોઈ સમસ્યા નથી. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાના કારણે મોટા અકસ્માતોમાં મોટા ભાગના ઘાયલો સિવિલ હોસ્પિટલમાં આવે છે. આવી સ્થિતિમાં ઘાયલોને એક જ વોર્ડમાં સારવાર મળે તે વિચારીને આ યોજના તૈયાર કરવામાં આવી છે.

તબીબોને પણ એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવું પડશે નહીં. વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓ, એક્સ-રે, ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ડિસ્પેન્સરી જેવી તમામ સુવિધાઓ 40 બેડના કેઝ્યુઅલી વોર્ડમાં જ ઉપલબ્ધ હશે. આ સાથે દર્દીને એક જ વોર્ડમાં જરૂરી સારવાર મળશે. સાથે જ રાઉન્ડમાં આવતા મોટા ડોક્ટરોને પણ એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં રાઉન્ડ મારવો પડશે નહીં. જોકે, વોર્ડ શરૂ કરવા માટે કોઈ નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એકસાથે વધુ ઈજાગ્રસ્તો આવે તો કોઈ મુશ્કેલી નહીં પડે, સચિન જીઆઈડીસીમાં થોડા દિવસો પહેલા ટેન્કરમાંથી ઝેરી કેમિકલ ગટરમાં ઠાલવતી વખતે બનેલી ગેસ દુર્ઘટનાના 20થી વધુ દર્દીઓ સિવિલમાં પહોંચ્યા હતા. આ વિચાર તેમની સારવાર દરમિયાન આવ્યો હતો. ગેસ દુર્ઘટનાના તમામ 23 દર્દીઓને એકજ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી, જ્યારે 8 દર્દીઓ વેન્ટિલેટર પર પણ હતા. ડૉક્ટરો કહે છે કે અકસ્માતમાં આટલા બધા દર્દીઓ એકસાથે આવે તે ખૂબ જ દુર્લભ છે.

પરંતુ તકેદારીના ભાગરૂપે જો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના બને છે તો આવનાર દર્દીઓને એક સાથે એકસમયે ઝડપી સારવાર મળી રહે, અને ઇમરજન્સી તમામ મેડિકલ સારવાર એક જ વોર્ડમાં તબીબોની નિગરાની હેઠળ રહે તે પણ જરૂરી છે. જેથી સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Surat: બે અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો, કન્ટેઈન્મેન્ટ ઝોન 600થી ઘટીને 126 થયા

આ પણ વાંચો : Surat: કોરોના સંક્ર્મણ જોતા મહાનગરપાલિકાની સામાન્ય સભા ફરી એકવાર ઓનલાઇન મળશે, વિપક્ષી સભ્યોમાં વિરોધ

Next Article