Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા માટે શાળાનો ઉપયોગ કરશે કે નહીં? 21 જૂને લેવાશે નિર્ણય

|

Jun 18, 2021 | 4:50 PM

Surat: કોરોનાના કારણે પરીક્ષાઓમાં આ વર્ષે પદ્ધતિઓ પણ બદલાઈ છે. યુનિવર્સિટીમાં પ્રવેશ, પરીક્ષા અને પરિણામ સહિતની પ્રક્રિયામાં હવે યુનિવર્સિટી શાળાનો ઉપયોગ કેવી રીતે કરી શકે તેના પર વિચારણા કરી રહી છે.

Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા માટે શાળાનો ઉપયોગ કરશે કે નહીં? 21 જૂને લેવાશે નિર્ણય
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

Follow us on

Surat: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad South Gujarat University) દ્વારા આવનારા સમયમાં પરીક્ષાઓ લેવામાં આવનાર છે. પરંતુ કોરોનાના કારણે પરીક્ષાઓમાં આ વર્ષે પદ્ધતિઓ પણ બદલાઈ છે. યુનિવર્સિટીમાં પ્રવેશ, પરીક્ષા અને પરિણામ સહિતની પ્રક્રિયામાં હવે યુનિવર્સિટી શાળાનો ઉપયોગ કેવી રીતે કરી શકે તેના પર વિચારણા કરી રહી છે.

 

આ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતની 3,500 શાળાનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે માટે આગામી 21જૂને નિર્ણય લેવામાં આવનાર છે. શાળાની કોમ્પ્યુટર લેબ, નોન ટીચિંગ સ્ટાફની મદદ લઈને તેમને યોગ્ય વળતર પણ આપવામાં આવશે. એ જ રીતે આવનારા સમયમાં લેવાનાર પરીક્ષા અને પરિણામ માટે પણ શાળા કેમ્પસનો ઉપયોગ કરાશે. ઉત્તરવહી પણ શાળાના શિક્ષકો તપાસી શકે તેના પર પણ વિચાર કરવામાં આવશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ બાબત પર પણ નિર્ણય લેવાઈ શકે છે

1. ધોરણ 12 આર્ટસ/સાયન્સને પાસ કરનારને બ્રિજ કોર્સ કરાવી એફવાયબીકોમમાં પ્રવેશ આપવો.
2. દાનમાં મળેલી નવસારીના પોસરાની જમીન મામલે ચર્ચા કરાશે.
3. પ્રવેશ કમિટીને નિમણુંકની મંજૂરી આપવી.
4. બોર્ડ ઓફ હોસ્ટેલના સભ્યની નિમણુંક કરવી.
5. ફી નિર્ધારણ સમિતિનું બંધારણ બાબતે.

 

આ પણ વાંચો: દટાયેલા હીરા માટે આ જંગલના 2.15 લાખ વૃક્ષોનું નિકંદન, જંગલ બચાવવા લોકોએ લોહીથી લખ્યો પત્ર

 

આ પણ વાંચો: Corona Vaccine : રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીના 2.58 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ : આરોગ્ય મંત્રાલય

Published On - 4:48 pm, Fri, 18 June 21

Next Article