સુરતમાં નવરાત્રી સમયે સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમોને આજીવન કેદ, અધિકારીઓએ કરવું પડ્યું હતું ફાયરિંગ, જુઓ Video

સુરત જિલ્લાના માંગરોળમાં થયેલા ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારી છે. નવરાત્રિ દરમિયાન કોસંબા પોલીસ સ્ટેશન હેઠળના એક ગામમાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે ઝડપી કાર્યવાહી કરતા, માત્ર 130 દિવસમાં કોર્ટે નિર્ણય જાહેર કર્યો.

સુરતમાં નવરાત્રી સમયે સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમોને આજીવન કેદ, અધિકારીઓએ કરવું પડ્યું હતું ફાયરિંગ, જુઓ Video
| Edited By: | Updated on: Feb 17, 2025 | 3:14 PM

સુરતના રોળ ગેંગરેપ કેસ તપાસમાં, પોલીસે ત્રણ આરોપીઓને પકડ્યા હતા, પરંતુ ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયું, જેથી બે આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં પીડિતાની અને તેના સાથીની સાક્ષીઓ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ.

કોર્ટમાં રજૂ કરાયેલા વૈજ્ઞાનિક પુરાવાઓ અને પ્રોસિક્યુશન દ્વારા દાખલ કરાયેલા મજબૂત દલીલોને ધ્યાને લેતા, બંને આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ ઘટનામાં પીડિતા અને તેના મિત્રે આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. બનાવ સમયે ચંદ્રના પ્રકાશ અને મોબાઇલની ફ્લેશ લાઇટના કારણે, પીડિતાએ આરોપીઓના ચહેરા જોઈ શક્યા હતા.

સગીરાના મિત્રના કપડાં ઉતરાવીને તેમનાં નગ્ન ફોટોગ્રાફ લીધા હતા

કેસની વિગત તપાસવામાં આવ તો, 8 ઓક્ટોબરના રોજ રાત્રે 10:45 થી 11:15 વચ્ચે, 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે ખેતર પાસે બેઠી હતી. તે સમયે ત્રણ આરોપીઓ ત્યાં આવ્યા અને બંનેને ધમકી આપીને માર માર્યો. તેમનાં મોબાઇલ પણ કબજે કરી લેવામાં આવ્યા. ત્યારબાદ, આરોપીઓએ પીડિતા અને તેના મિત્રના કપડાં ઉતરાવીને તેમનાં નગ્ન ફોટોગ્રાફ લીધા અને તે વાઇરલ કરવાની ધમકી આપી.

પીડિતાને ખેતરમાં લઈ જઈને આરોપીઓએ ગેંગરેપ આચર્યો

જ્યારે પીડિતા અને તેનો મિત્ર બચવા માટે ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પીડિતા પડી ગઈ અને આરોપીઓએ તેને પકડી લીધા. પીડિતાને ખેતરમાં લઈ જઈને આરોપીઓએ ગેંગરેપ આચર્યો. પીડિતાના બૂમાબૂમ કરતા સ્થાનિક ગ્રામજનો ત્યાં આવી પહોંચ્યા, જેથી આરોપીઓ બાઈક છોડીને ભાગી છૂટ્યા.

અધિકારીઓએ અટકાવવા માટે ફાયરિંગ પણ કર્યું હતું

આ કેસની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવી. તડકેશ્વર નજીક એક આરોપી પોલીસથી  બચી જવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે અધિકારીઓએ અટકાવવા માટે ફાયરિંગ પણ કર્યું.

આ કેસમાં સરકારી વકીલે આરોપીઓ સામે કડક સજા કરવાની માગણી કરી હતી. પીડિતાની જુબાની અને મજબૂત પુરાવાઓને આધારે, કોર્ટએ બંને આરોપીઓને કસુરવાર ઠેરવીને જીવનભર કેદની સજા ફટકારી.

15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી

આ કેસમાં તપાસ અને સાબિતીઓ માટે, ફક્ત 15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. 50 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનતથી આ કેસની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવી. ચાર્જશીટમાં 60 સાક્ષીઓનાં નિવેદનો અને મેડિકલ, વૈજ્ઞાનિક, મોબાઇલ ડેટા તેમજ સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં ઝડપી ટ્રાયલ અને દોષિતોને સજા આપીને ન્યાય સિદ્ધ કરવામાં આવ્યો છે, જે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

Published On - 3:09 pm, Mon, 17 February 25