Surat: કોરોનાએ બચત કરતા શીખવ્યું, પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓમાં ગુજરાતીઓએ કર્યું રોકાણ

|

May 20, 2022 | 2:42 PM

પોસ્ટ (Post) વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા વર્ષ 2020-21 અને 2021-22ના અહેવાલ મુજબ, એકલા ગુજરાતમાં જ બે વર્ષમાં લોકોએ પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓમાં રસ દાખવ્યો છે અને નવા ખાતાઓ ખોલ્યા છે.

Surat: કોરોનાએ બચત કરતા શીખવ્યું, પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓમાં ગુજરાતીઓએ કર્યું રોકાણ
Post Department (File Image )

Follow us on

મોજશોખ માટે જાણીતા ગુજરાતીઓ (Gujarati ) બચત કરવામાં પણ આગળ છે. કોરોના દરમિયાન લોકોને જે રીતે આર્થિક (Financial ) મુશ્કેલી પડી હતી, તે પછી તો લોકોની બચત(Savings ) કરવાની વૃત્તિમાં વધારો થયો છે. કોરોનાના બે વર્ષમાં ગુજરાતીઓએ પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓમાં 1,26,963 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ દરમિયાન પોસ્ટ વિભાગમાં 2.91 કરોડથી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન મંત્રાલયના પોસ્ટ વિભાગના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.

નોંધનીય છે કે કોરોનાના રોગચાળા દરમિયાન, જ્યારે ધંધા, નોકરી, બધું જ ઠપ થઈ ગયું હતું, ત્યારે માત્રને માત્ર લોકોની બચત જ કામમાં આવી હતી. આ રીતે બચતનું મહત્વ લોકોને સમજાયું હતું. હવે લોકો તેના વિશે જાગૃત થયા છે. કેન્દ્ર સરકારના સંદેશાવ્યવહાર મંત્રાલયના પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા વર્ષ 2020-21 અને 2021-22ના અહેવાલ મુજબ, એકલા ગુજરાતમાં જ બે વર્ષમાં લોકોએ પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓમાં રસ દાખવ્યો છે અને નવા ખાતાઓ ખોલ્યા છે.

વર્ષ 2020-21માં 1,56,13,367 અને વર્ષ 2021-22માં પોસ્ટ ઓફિસમાં 1,35,23,178 ખાતા ખોલવામાં આવ્યા હતા અને આ ખાતાઓમાં 1,26,963 કરોડ રૂપિયા જમા થયા છે. જે ખાતાઓ ખુલ્યા છે તેમાં પોસ્ટની બચત બેંક, વરિષ્ઠ નાગરિક બચત યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર વગેરેનો સમાવેશ થાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પોસ્ટ વિભાગમાં બે વર્ષમાં 3207.40 કરોડ રૂપિયા જમા થયા હતા. આ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2020-21માં 5,33,930 ખાતા ખોલવામાં આવ્યા હતા અને વર્ષ 2021-22માં 6,96,809 ખાતા ખોલવામાં આવ્યા હતા. તેમાંથી રૂ. 1329.29 કરોડ અને રૂ. 1878.15 કરોડ જમા થયા હતા. આ સિવાય વર્ષ 2021-22માં વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં 26,22,069, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ 2,16,078 ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં રૂ. 9596.33 કરોડ અને રૂ. 9822.46 કરોડ જમા થયા હતા.

2020-21ની રિપોર્ટ : નવા એકાઉન્ટ્સ અને રોકાણો

એકાઉન્ટનો પ્રકાર અને રોકાણ (કરોડમાં)

બચત બેંક 48,32,514  (7791.86)

આર.ડી. ડિપોઝિટ 48,19,025 (4138.53)

ટાઈમ ડિપોઝીટ 17,71,512 (20224.58)

માસિક આવક યોજના 9,25,171 (15251.05)

વરિષ્ઠ નાગરિક બચત યોજના 26,22,069 (9596.33)

સુકન્યા સમૃદ્ધિ યોજના 6,96,809 (1878.15)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ 2,16,078 (9822.46)

(સ્ત્રોત – ભારત સરકારના સંદેશાવ્યવહાર મંત્રાલયના પોસ્ટ વિભાગ)

Next Article