Surat : બાયોડાયવર્સીટી પાર્કનું 108 કરોડના ખર્ચે વિસ્તરણ કરીને અર્બન ફોરેસ્ટ બનાવવાની વિચારણા

|

Feb 22, 2022 | 8:24 AM

હાલ બાયો ડાવર્સિટી પાર્કના વિસ્તરણ અંગેની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. અંદાજે 108 કરોડના ખર્ચે આ પાર્કનું વિસ્તરણ કરવામાં આવે તો સુરત શહેરમાં પહેલા અર્બન ફોરેસ્ટના નિર્માણ થશે. હાલના તબક્કે પાર્કમાં કુલ 5 નગરનિયોજન યોજના હેઠળનો વિસ્તાર સમાવી લેવાનું આયોજન છે.

Surat : બાયોડાયવર્સીટી પાર્કનું 108 કરોડના ખર્ચે વિસ્તરણ કરીને અર્બન ફોરેસ્ટ બનાવવાની વિચારણા
SMC Team Visit Biodiversity Park (File Image )

Follow us on

સુરત(Surat )  મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની દ્વારા સુરતના બમરોલી(Bamroli )  વિસ્તારમાં સાકાર થયેલા  બાયોડાયવર્સિટી પાર્કની(Biodiversity Park )  મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન તેમના દ્વારા આ પાર્કનું 108 કરોડના ખર્ચે વિસ્તરણ કરીને અર્બન ફોરેસ્ટ બનાવવાની શક્યતાઓ સંદર્ભે પણ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેમાં અલથાણથી ખજોદ ડ્રીમ સિટી પાર્ક સુધી અંદાજે ચાર કિલોમીટરના વિસ્તારમાં 108 કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટનું મહાનગર પાલિકા દ્વારા આયોજન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, હાલ ચલથાણ – બમરોલી બ્રીજથી ભીમરાડ – બમરોલી બ્રીજ સુધીના વિસ્તારમાં બાયો ડાવર્સિટી પાર્ક બનાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે, હજી પણ આ બાયો ડાયવર્સીટી પાર્કનું વિસ્તરણ કરીને અલથાણથી ખજોદ ડ્રીમ સિટી સુધી લંબાવવામાં આવે તે અંગે પણ કમિશનર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સઘન ચર્ચા – વિચારણા હાથ ધરવામાં આવી હતી.  જેમાં અંદાજે 108 કરોડના ખર્ચે શહેરની પાંચ અલગ – અલગ ટીપીને સાંકળી લેતા અર્બન ફોરેસ્ટ પાર્કના આયોજનને કારણે સુરતીઓને એક નવા પર્યટન સ્થળનું નજરાણું પણ મળી રહે તેમ છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આ અંગે વધુ માહિતી આપતાં મનપાના અધિકારી ડી.એમ. જરીવાલાએ જણાવ્યું હતું કે, હાલ બાયો ડાવર્સિટી પાર્કના વિસ્તરણ અંગેની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. અંદાજે 108 કરોડના ખર્ચે આ પાર્કનું વિસ્તરણ કરવામાં આવે તો સુરત શહેરમાં પહેલા અર્બન ફોરેસ્ટના નિર્માણ થશે. હાલના તબક્કે પાર્કમાં કુલ 5 નગરનિયોજન યોજના હેઠળનો વિસ્તાર સમાવી લેવાનું આયોજન છે.

જેમાં બમરોલી ટીપી સ્કીમ નં- 58 ખાતે ફાયનલ પ્લોટ નં-186, 187, 188, 189, 151/એ,બી,સી, તેવી જ રીતે ટીપી સ્કીમ નં-72માં એફપી નં-110, 133 જ્યારે અલથાણ-ભટાર ટીપી સ્કીમ નં-28 ખાતે એફપી નં-161, અલથાણ-સાઉથ ટીપી સ્કીમ નં-37 ખાતે એફપી નં-126થી 130 અને ભીમરાડ ટીપી સ્કીમ નં-43માં એફપી નં-83 વાળી જમીન પર બાયોડાયવર્સિટી પાર્ક ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે. આ પાર્કના નિર્માણ બાદ શહેરમાં વિકાસ પ્રોજેક્ટોની વચ્ચે ગ્રીન બેલ્ટ સમાન અર્બન ફોરેસ્ટ શહેરની એક અલગ ઓળખ સમાન સાબિત થશે તેવું પણ ઉમેર્યું હતું.

આ પણ વાંચો  :

Surat : સુરતથી UAE નિકાસ થતી જવેલરી પર વસૂલાતી 5 ટકા ડ્યુટી દૂર કરાતા રાહત

Surat: કિન્નરે માતાજીનો પ્રસાદ કહી આપેલું પાણી પીતાં જ સાસુ-વહુ બેભાન, ઘરમાંથી 1.42 લાખની ચોરી કરી કિન્નર ફરાર

Next Article