Surat : અકસ્માતમાં માંડવી પ્રાંત કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરનું મોત, પત્ની, 2 દીકરી ઈજાગ્રસ્ત

|

Jul 19, 2022 | 11:15 AM

ગંભીર અકસ્માતના (Accident )પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જે દરમિયાન અલટ્રોસ કારમાં બેઠેલા બે વ્યક્તિઓને લોકટોળાના રોષનો ભોગ બનતા તેઓને લોકોએ ભારે મેથીપાક ચખાડયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Surat : અકસ્માતમાં માંડવી પ્રાંત કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરનું મોત, પત્ની, 2 દીકરી ઈજાગ્રસ્ત
Accident near Mandvi (File Image )

Follow us on

બારડોલીના(Bardoli ) માંડવી ખાતે સર્જાયેલા અકસ્માતમાં માંડવી (Mandvi ) પ્રાંત કચેરીમાં કોમ્પ્યુટર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું મોત નીપજ્યું હતું. જયારે પરિવારમાં(Family ) તેની પત્ની અને બે દીકરીઓને ઈજાઓ થવા પામી છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વધુ મળતી માહિતી પ્રમાણે માંડવી તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટર કચેરીમાં આઉટ સોર્સિંગ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય બકુલ ગણેશભાઈ ખાનદેશી પોતાની પત્ની 35 વર્ષીય અનિતાબેન તથા નાની પુત્રીઓ 12 વર્ષીય હેતવી તથા 4 વર્ષીય હની સાથે બારડોલી તાલુકાના કડોદ ગામે પોતાના સંબંધીના ઘરે આવ્યા હતા.

પોતાના સબંધીને  મળીને પોતાની મોટરસાયકલ નંબર જીજે 19 એકે 3308 ઉપર સવાર થઈ માંડવી મુકામે પરત ફરી રહ્યા હતા. તેવા સમયે પૂરઝડપે ધસી આવેલી એક ટાટા અલટ્રોસ કાર નંબર જીજે 5 આર એલ 8312ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારતા બાઈક સવાર પરિવારને અડફેટમાં લઇ ગંભીર અકસ્માત કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અકસ્માત બાદ બંને વાહનો પલટી ખાઈને ઊથલી પડતાં રોડની બાજુના ખાડામાં પડ્યા હતા. અકસ્માતમાં બાઈકચાલક બકુલ ખાનદેશીનું ગંભીર ઇજાઓ સાથે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે સાથી સવાર પત્ની અનિતાબેન તથા બંને પુત્રીઓને ગંભીર ઇજાઓ જણાતા તેઓને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં અનિતાને પગમાં ફેક્ચર, પુત્રી હેતવીને માથા અને પગમાં ફ્રેક્ચર નોંધાયા હતા. જ્યારે પરિવારની સૌથી નાની પુત્રી હનીની હાલત ગંભીર જાણવા મળી હતી.

માંડવી પ્રાંત કચેરીનાં કોમ્પ્યુટર ઓપરેટર, પત્ની અને બે પુત્રીઓ સાથે કડોદથી માંડવી જઈ રહ્યા હતા

મોડી સાંજના સર્જાયેલા ગંભીર અકસ્માતના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જે દરમિયાન અલટ્રોસ કારમાં બેઠેલા બે વ્યક્તિઓને લોકટોળાના રોષનો ભોગ બનતા તેઓને લોકોએ ભારે મેથીપાક ચખાડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. કાર સવાર બે પૈકીના એકને પણ થોડી ઇજાઓ સાથે સારવાર માટે દાખલ કરાયો હોવાનું જાણવા મળે છે. આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત કરનાર અને કામરેજ માં રહેતાકારચાલક એવા 29 વર્ષીય જય મુકુંદભાઈ હિરપરાને પોલીસે અટકાયતમાં લીધો હોવાનું જણાવ્યું છે.

Input by Jignesh Mehta Bardoli

Next Article