Surat : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેરા પેટે મનપાની તિજોરીમાં 120 કરોડ રૂપિયા વધારે જમા થયા

|

Mar 31, 2022 | 8:17 AM

બે વર્ષમાં કોરોનાના કારણે માર્ચ મહિનામાં મહાનગરપાલિકાની તિજોરી પર તેની અસર જોવા મળી હતી. પણ હાલ જયારે સ્થિતિ થાળે પડી છે. ત્યારે તેનો ફાયદો પણ કોર્પોરેશનની આવક પર પડ્યો છે. 

Surat : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેરા પેટે મનપાની તિજોરીમાં 120 કરોડ રૂપિયા વધારે જમા થયા
Surat Municipal Corporation (File Image )

Follow us on

ચાલુ નાણાકીય વર્ષ(Financial Year )પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે મનપાને(SMC) ગત વર્ષ કરતાં આ વર્ષે મિલકતવેરો(Tax ) વધુ જમા થયો છે . ગત વર્ષે આ દિવસે મનપાની તિજોરીમાં વેરા પેટે રૂ .1042.88 કરોડ જમા થયા હતા . જ્યારે આ વર્ષે 1102 કરોડ જમા થયા છે . એટલે કે , ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મનપાને મિલકત વેરા પેટે 58.36 કરોડ વધુ જમા થયા છે . કારણ કે , ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોનાની બીજી લહેર પીક ૫૨ હતી . જેની સીધી અસર મનપાની તિજોરી પર થઈ હતી . પરંતુ આ વર્ષે કોરોનામાં રાહત રહેતાં મનપાની તિજોરીમાં મિલકતવેરાની સારી આવક જમા થઈ છે . તેમજ પ્રોફેશનલ ટેક્સ પેટે ગત વર્ષે 117.32 કરોડ જમા થયા હતા અને આ વર્ષે 144.63 કરોડ જમા થયા છે . તેમજ વોટર મીટરના ગત વર્ષે 23.10 કરોડ અને આ વર્ષે 26.16 કરોડ જમા થયા છે . તેમજ વ્હીકલ ટેક્સ પેટે ગત વર્ષે 56.61 કરોડ અને આ વર્ષે 87.34 કરોડ જમા થયા છે . આમ , કુલ ગત વર્ષે વેરા પેટે 29 માર્ચ સુધીમાં 1239.92 કરોડ જમા થયા હતા અને આ વર્ષે 1359.36 કરોડ જમા થયા છે .

આમ જોવા જઈએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેરા પેટે વધુ 119.44 કરોડ મનપાની તિજોરીમાં જમા થયા છે . તેમજ આ વર્ષે મનપાનો કેપિટલ ખર્ચનો આંક 1500 કરોડની આસપાસ રહે તેવી શક્યતા છે . મનપાએ છેલ્લા એક મહિનામાં જ કેપિટલ કામના 400 કરોડના બિલની ચૂકવણી કરી હોવાનું જાણવામાં આવ્યું છે . ગત વર્ષે કોરોનાની સાથે સાથે મનપાએ 1279 કરોડનાં કેપિટલ કામો કર્યાં હતાં . પરંતુ આ વર્ષે કોરોનાની મા ૨ ધીમી પડતાં મનપાએ વિકાસના કામોમાં વેગ પકડી હતી . અને અત્યાર સુધીમાં 1400 કરોડનાં વિકાસ કામો કરવામાં આવ્યાં હતાં અને હજી 2 દિવસમાં 100 કરોડનાં બિલ ચૂકવાય તેવી શક્યતા છે . જેથી આ વર્ષે કેપિટલ ખર્ચ 1500 કરોડ સુધી પહોંચી તેવી શક્યતા છે .

નોંધનીય છે કે નાણાકીય વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. ત્યારે કોર્પોરેશનનું એકાઉન્ટ વિભાગ પણ હાલ હિસાબ કિતાબની તૈયારી કરી રહ્યું છે. બે વર્ષમાં કોરોનાના કારણે માર્ચ મહિનામાં મહાનગરપાલિકાની તિજોરી પર તેની અસર જોવા મળી હતી. પણ હાલ જયારે સ્થિતિ થાળે પડી છે. ત્યારે તેનો ફાયદો પણ કોર્પોરેશનની આવક પર પડ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો :  Vadodara મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડ- 2022નું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ

આ પણ વાંચો :  Rajkot : રખડતા ઢોર મામલે સરકાર કાયદો લાવે તે પહેલા માલધારી સમાજે નોંધાવ્યો વિરોધ, પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ

Next Article