ત્રિરંગાયાત્રામાં થયા કોમી એકતાના દર્શન, સુરતે ફરી નવી મિશાલ પુરી પાડી

સુરત(Surat ) શહેર ત્રિરંગા યાત્રાનું મહત્વનું સેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દસ કરોડથી વધુ ત્રિરંગા સુરત શહેરની અંદર બન્યા છે અને અલગ અલગ રાજ્યોમાં તેને મોકલવામાં આવ્યા છે.

ત્રિરંગાયાત્રામાં થયા કોમી એકતાના દર્શન, સુરતે ફરી નવી મિશાલ પુરી પાડી
Tiranga Yatra by Muslim Community (File Image )
Baldev Suthar

| Edited By: Parul Mahadik

Aug 13, 2022 | 11:37 AM

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ (India)માં ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે તેવામાં સુરત (Surat)ના અડાજણ વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસેથી મુસ્લિમ (Muslim) સમાજ દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં કોમી એકતાના દર્શન થયા હતા. સુરત શહેરમાં આવેલ હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સુરતના અડાજણ ખાતેથી ત્રિરંગા સન્માન યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મંત્રી પૂર્ણશ મોદી, સુરત મેયર હેમાલી બોઘાવાલા, કે પી હ્યુમન ફાઉન્ડેશનના ચેરમેન ફારૂક પટેલ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ ભરત ગાંધી તથા અન્ય મહાનુભાવો આ યાત્રામાં જોડાયા હતા.

આ યાત્રામાં શહેરના મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો,વિદ્યાર્થીઓ સાથે જ સુરત શહેરની અલગ અલગ સંસ્થાના આગેવાનો આ ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ખુબ જ વિશાળ ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં દરેક ધર્મના આગેવાનો આ યાત્રામાં તેમની આગેવાનીમાં વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી. આ યાત્રામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું એ હતું કે રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.

કોમી એકતાના થયા દર્શન

સુરત શહેરના રાંદેર વિસ્તાર અડાજણ વિસ્તાર પાલ વિસ્તારની અંદર આ રેલી ફરી હતી અને મોટી સંખ્યામાં આ રેલીમાં લોકો જોડાયા હતા.  સાથે એકતાના સંદેશ પણ આ રેલીની અંદર જોવા મળ્યા હતા. ગુજરાતની અંદર સૌ પ્રથમ કદાચ આ રીતની રેલી જોવા મળી જશે અને તે પણ દેશભક્તિની સાથે. કારણ કે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ રેલીનું આયોજન કર્યું હતું અને સાથે જૈન સમાજના આગેવાન અને પૂર્વ ડે મેયર નિરવ શાહ દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ ત્રિરંગા જૈન સમાજના આગેવાની ફ્રીમાં તમામ લોકોને આપવામાં આવ્યા હતા.

પીએમ મોદી પણ કરી ચુક્યા છે સુરતની સરાહના

સુરત શહેર ત્રિરંગા યાત્રાનું મહત્વનું સેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દસ કરોડથી વધુ ત્રિરંગા સુરત શહેરની અંદર બન્યા છે અને અલગ અલગ રાજ્યોમાં તેને મોકલવામાં આવ્યા છે. જેથી સુરત શહેર માટે આ ગૌરવની વાત છે અને તેમાં પણ હિન્દુ મુસ્લિમની એકતા સાથેની આ રેલી કાઢવામાં આવે તે પણ એક બહુ મોટી વાત કહી શકાય. કારણ કે થોડા દિવસો પહેલા પણ ટેક્સટાઈલ માર્કેટની અંદર સૌથી મોટી રેલી વેપારી બંધુઓ દ્વારા ભેગા મળીને કાઢવામાં આવી હતી. આ ત્રિરંગાની યાત્રાની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવી હતી અને આ રેલીના વખાણ પણ કરવામાં આવ્યા હતા. આ રેલી પણ ટેક્સટાઈલ માર્કેટની અંદર ચાર કિલોમીટર સુધી ફરી હતી અને તમામ માર્કેટની અંદર અલગ અલગ રીતે તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati