સુરત શહેરમાં ગાડી ચોર ગેંગનો આતંક, 5 દિવસમાં 4 મોંઘી ગાડીઓની કરી ઉઠાંતરી

|

Mar 05, 2019 | 2:41 PM

સુરત શહેરમાં છેલ્લાં ઘણાં દિવસોથી લૂંટની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ચોર હવે ખાસ મોડેલની મોંઘી ગાડીઓને પોતાનો નિશાનો બનાવી રહ્યાં છે. સુરત પોલીસની કામગીરી પર દિવસેને દિવસે સવાલો ઉભા થઇ રહ્યા છે કારણ કે ચોરી લૂંટના બનાવો સતત વધી રહ્યા છતાં પણ પોલીસ પોતાની મસ્તીમાં છે. શહેરમાં છેલ્લાં 5 દિવસમાં એક નહિ બે […]

સુરત શહેરમાં ગાડી ચોર ગેંગનો આતંક, 5 દિવસમાં 4 મોંઘી ગાડીઓની કરી ઉઠાંતરી

Follow us on

સુરત શહેરમાં છેલ્લાં ઘણાં દિવસોથી લૂંટની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ચોર હવે ખાસ મોડેલની મોંઘી ગાડીઓને પોતાનો નિશાનો બનાવી રહ્યાં છે.

સુરત પોલીસની કામગીરી પર દિવસેને દિવસે સવાલો ઉભા થઇ રહ્યા છે કારણ કે ચોરી લૂંટના બનાવો સતત વધી રહ્યા છતાં પણ પોલીસ પોતાની મસ્તીમાં છે. શહેરમાં છેલ્લાં 5 દિવસમાં એક નહિ બે નહિ પણ 4 મોટી ગાડીઓની ચોરીની ઘટના સામે આવી છે.  પોલીસે માત્ર અલગ અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે.  તમામ ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે અને શાતિર ચોર માત્ર ઈનોવા જેવી મોંઘી ગાડીઓને પોતાની નિશાન બનાવી રહ્યાં છે.

TV9 Gujarati

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

સુરતમાં થોડા મહિના પહેલા પણ ઇનોવા કારની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી.  પોલીસે ગુના નોંધ્યા હતા છતાં આટલા મહિના થઈ જવા છતાં પોલીસ માત્રને માત્ર તપાસ કરી રહી છે.  આખી ઘટનામાં CCTVમાં કેદ થવા છતાં પણ પોલીસ હજુ આ ગેંગ કે ગાડીને શોધી શકી નથી.  ત્યારે  શહેરમાં ફરી ઇનોવા કાર આધુનિક રીતે ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. છેલ્લા 5 દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 4 ગુના કાર ચોરીના નામે નોંધાયા છે જેના પરથી કહી શકાય કે પોલીસની નાઈટ પેટ્રોલીગ માત્રને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.  માત્ર 5 દિવસમાં 4 ફોરવ્હીલર ગાડી તેમાં પણ ત્રણ ઇનોવા કાર ચોરી થવી તે પોલીસ માટે પડકારજનક ઘટના બની ગયી છે અને ચોરો પોતાની કરતબો રિમોટથી દરવાજા ખૂલે તેવી સિસ્ટમને તોડીને ગાડી લઈને ફરાર થઈ રહ્યાં છે.

ગઈ કાલ રાત્રીના સમયે ઉધના વિસ્તારમાં એક નવી બોલેરો કારનો ચોરી થઈ હતી ત્યારે ગત રાત્રીના સમયે પણ પુણાગામ વિસ્તારમાં આઇમાતા વિસ્તારમાં એક ઇનોવા કારની કોઈ ઈસમ ચોરી કરી જતા આખી ઘટના CCTVમાં કેદ થઈ છે.  જ્યારે આ બાબતે પુણાગામ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવતા પોલિસે ફરિયાદ નોંધી CCTVમાં આધારે તાપસ શરૂ કરી છે.જ્યારે વરાછાની વાત કરવામાં આવે તો 3 મહિનાની પહેલી જ તારીખની રાત્રીના સમયે એક જ રાત્રીના સમયે 2 ઇનોવા કારની ચોરી થઈ હતી. પોલીસ સામે હવે આધુનિક ગાડીઓને ઉઠાવી જનારી ગેંગને ઝડપી લેવી તે પડકાર બન્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article