Surat: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દેશની સૌથી ઊંચી સરકારી ઇમારતના નિર્માણનું કરશે ખાતમુહૂર્ત તો રૂપિયા 2,416 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ

જૂની સબ જેલની જગ્યાએ હવે 27 - 27 માળના બે ટાવર બનાવવામાં આવશે.  આ બિલ્ડિંગ 106 મીટર ઊંચાઈ ધરાવતું હશે. બિલ્ડિંગના ભોંયરામાં ચાર માળનું પાર્કિંગ બનાવશે. તેમજ જે  નવા ટાવર બનશે તે ટ્ટાવિન ટાવર હશે. આ ટ્વવિન ટાવરર ભૂકંપપ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે.

Surat: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દેશની સૌથી ઊંચી સરકારી ઇમારતના નિર્માણનું કરશે ખાતમુહૂર્ત તો રૂપિયા 2,416 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ
CM Bhupendra patel At surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 10:00 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે  આ મુલાકાત દરમિયાન તેઓના હસ્તે  નવા વહીવટી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સુરતના રીંગરોડ ઉપર આવેલી જૂની સબ જેલની જગ્યાએ આ નવી ઇમારત બનશે. ચોકબજાર પાસે આવેલ ઈ.સ.1644માં નિર્મિત હેરિટેજ બિલ્ડીંગ ‘મુગલસરાઈ’માં હાલ પાલિકાનું મુખ્યાલય કાર્યરત છે. સુરતની વસતીમાં વધારો થવા સાથે લોકસુવિધા, સુગમતામાં વધારો કરવાના આશયથી પાલિકાને નવા ભવનની જરૂરિયાત ઉભી થઈ છે.

સુરત ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમમાં થશે સામેલ

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બપોરે 3.55 વાગ્યે  સુરત એરપોર્ટ  ખાતે ઉતરાણ કરશે.
  • ત્યાર બાદ  સર્કિટ હાઉસમાં નાનું રોકાણ કરીને એક બેઠકમાં સામેલ થઈ 5 વાગ્યે જૂની સબ જેલ ખાતે નવી ઇમારત માટેની ખાત વિધી કરશે.
  • સાંજે આહીર સમાજના સમૂહલગ્નમાં હાજરી આપશે તેમજ મુખ્યમંત્રી 47 કરોડના ખર્ચે સુડા નિર્મિત PM આવાસનો ડ્રો પણ કરશે.
  • તેમજ 27 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી ફરકાવીને રવાના કરશે.
  •  293 કરોડના ખર્ચે જહાંગીરપુરા-પીસાદમાં 1534 તથા 1290 આવાસ અને ટીપી-44 જહાંગીરાબાદમાં 984 આવાસ, અલથાણમાં 300 આવાસનું લોકાર્પણ કરશે.
  • લિંબાયતમાં 2 આંગણવાડીનું લોકાર્પણ કરાશે.
  • મોટા વરાછા આરોગ્ય કેન્દ્ર, સરથાણા વૉર્ડ ઓફિસ-વાંચનાલય તથા 60 કરોડના 13 મેેગાવોટના સોલાર પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરશે

અનેકવિધ ખાસિયતો ધરાવતી હશે આ બિલ્ડિંગ

જૂની સબ જેલની જગ્યાએ હવે 27 – 27 માળના બે ટાવર બનાવવામાં આવશે.  આ બિલ્ડિંગ 106 મીટર ઊંચાઈ ધરાવતું હશે. બિલ્ડિંગના ભોંયરામાં ચાર માળનું પાર્કિંગ બનાવશે. તેમજ જે  નવા ટાવર બનશે તે ટ્ટાવિન ટાવર હશે. આ ટ્વવિન ટાવરર ભૂકંપપ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે. કહેવાય  છે કે આ દેશની સૌથી ઊંચી સરકારી ઇમારત બની જશે. આ ઉપરાંત  મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂપિયા 2,416 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
g clip-path="url(#clip0_868_265)">