Surat : લીંબાયતમાં જુગારધામ પ્રકરણમાં એકને ખોળ બીજાને ગોળ ! PSIની ટ્રાફિકમાં બદલી, પીઆઇ સામે કોઈ કાર્યવાહી નહીં થતા વિવાદ

|

Jun 17, 2022 | 11:59 AM

જ્યારે કોઈ કાર્યવાહી (Action )થાય તો માત્ર સ્થાનિક પોલીસ સામે કેમ ? જ્યારે આ બાબતે પોલીસ કમિશનર ની ટિમ એટલે કે પીસીબી સામે કે પછી ડીસીબી ના કર્મચારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી નથી.? આ બાબતે મોટા સવાલો ઉભા થઇ રહ્યા છે.

Surat : લીંબાયતમાં જુગારધામ પ્રકરણમાં એકને ખોળ બીજાને ગોળ ! PSIની ટ્રાફિકમાં બદલી, પીઆઇ સામે કોઈ કાર્યવાહી નહીં થતા વિવાદ
Surat: Change in PSI traffic in gambling case in Limbayat, no action against PI discussed

Follow us on

સુરતના(Surat ) લિંબાયત વિસ્તારમાં જુગારધામ(Gambling ) પ્રકરણમાં ડી સ્ટાફ PSIની ટ્રાફિકમાં બદલી જ્યારે પીઆઇ સામે કોઈ કાર્યવાહી ન થતા પોલીસ(Police ) બેડામાં ચર્ચા નો વિષય બન્યો છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રતનચોક ખાતે નામચીન મુન્ના લંગડાના જુગારધામ પર ગત મહિને વિજિલન્સે દરોડા પાડ્યા હતા અને મોટા પ્રમાણ માં મુદામાલ જપ્ત કર્યો હતો. આ બાદ શહેર પોલીસ કમિશનરે ખાતાકીય તપાસ મૂકી હતી. જેમાં ફરજમાં બેદરકારી બહાર આવતા ડીસ્ટાફ પીએસઆઇ મસાણીની ટ્રાફિકમાં બદલી કરી દેવાઇ હતી છે.

જ્યારે આ બાબતે સ્થાનિક પીઆઇ સામે કોઈ કાર્યવાહી થઈ નથી એક મહિનો થયો છતાં આ બાબત ને લઈ સુરત પોલીસ બેડામાં ચર્ચાનું જોર પકડયું છે. આમ તો પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે જ્યારે કોઈ કાર્યવાહી થાય તો માત્ર સ્થાનિક પોલીસ સામે કેમ ? જ્યારે આ બાબતે પોલીસ કમિશનર ની ટિમ એટલે કે પીસીબી સામે કે પછી ડીસીબી ના કર્મચારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી નથી.? આ બાબતે મોટા સવાલો ઉભા થઇ રહ્યા છે. લિંબાયત પોલીસ ની સાથે આવેલ વડોદ પોલીસ સ્ટેશનની અંદર પણ સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી છે છતાં પણ તેની અંદર પણ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી એ પણ ચર્ચાનો દોર શરૂ થયો છે.

ઘટના ની વાત કરવામાં આવે તો તા. ૨૪મી મેએ સ્ટેટ મોનિટરિંગ સેલે લિંબાયતના રતનચોકમાં નામચીન મુન્ના યાદવ ઉર્ફે મુન્નો લંગડો અને તેના સાળા સન્નીની જુગારની ક્લબ ઉપર દરોડા પાડ્યા હતા. આ રેડમાં 25 જુગારીઓ તથા જુગારધામનું સંચાલન કરતા શકીલ સરફુદ્દીન તૈલી પકડાઇ ગયા હતા.જ્યારે ચોક બજાર વિસ્તારમાં જ્યારે સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતો તો માત્ર પીઆઇ ની બદલી કરવામાં આવી હતી અને ડી સ્ટાફના પીએસઆઇ સહિત 4 માણસોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તો એક ને ગોળ ને એક ને ખોળ જેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે.લીંબયતના જુગાર ધામ પરથી રેડ માં રોકડા 3.30 લાખ ઉપરાંત 23 મોબાઇલ ફોન, 8 બાઇક સહિત કુલ 8.01 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો .સુરત શહેરમાં સતત વિજિલન્સે સપાટો બોલાવતા સ્થાનિક પોલીસ સામે ગંભીર આક્ષેપો થયા હતા. જેથી પોલીસ કમિશનરે સ્થાનિક પોલીસની ભૂમિકા ચકાસવા ડીસીપી- ક્રાઇમ બ્રાંચને ઇન્ક્વાયરી સોંપી આવી હતી.લિંબાયત પોલીસ મથકના ડી-સ્ટાફ પીએસઆઇની પણ શંકાસ્પદ ભૂમિકા જણાતા કમિશનરે મસાણીની ટ્રાફિક બ્રાંચમાં શિક્ષાત્મક બદલીનો હુકમ કર્યો હતો.

Next Article