સુરત બન્યું કોરોના મુક્ત, 23 મહિના બાદ શહેરમાં એક પણ કેસ કે મોત નહીં

|

Mar 17, 2022 | 9:04 AM

સુરત શહેરમાં 12થી 15 વર્ષના અંદાજે 1.95 લાખ બાળકો નોંધાયા છે. અલબત્ત, સુરત શહેરને કેન્દ્ર સરકાર દ્વારા 3.50 લાખ વેક્સીનેશનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી સુરત જિલ્લા સહિત નવસારી, તાપી, ડાંગ અને વલસાડના આરોગ્ય વિભાગને વેક્સીનેશનના ડોઝનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 12થી 15 વર્ષની ઉંમરના અંદાજે ચાર લાખ જેટલા બાળકો છે.

સુરત બન્યું કોરોના મુક્ત, 23 મહિના બાદ શહેરમાં એક પણ કેસ કે મોત નહીં
Surat became Corona free: not a single case, not a single death in the city after 23 months(File Image )

Follow us on

છેલ્લે 9 એપ્રિલ 2020 માં શૂન્ય કેસ (Corona ) નોંધાયા હતા ત્યારે હવે બુધવારે સુરત શહેરમાં અંદાજે 23 મહિના બાદ કોવિડનો એકપણ પોઝિટિવ (Positive ) કેસ નોંધાયો નથી . કોવિડના પ્રથમ તબક્કાની શરૂઆત બાદ છેલ્લે 9 એપ્રિલ 2020 ના રોજ શહેરમાં એકપણ કેસ નોંધાયો ન હતો . ત્યારબાદ 16 માર્ચ 2022 સુધી તમામ દિવસે શહેરમાં એક કે તેનાથી વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે .

બુધવારે અંદાજે 23 માસ બાદ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી . એક રીતે કહીએ તો સુરત આજની તારીખે સંપૂર્ણ કોરોના મુક્ત થઈ ગયું છે .કોરોનાની ત્રીજી લહેર દરમિયાન જાન્યુઆરી માસમાં રોકેટ ગતિએ વધેલા પોઝિટિવ કેસો બાદ 15 ફેબ્રુઆરીના પ્રારંભ સાથે સતત પોઝિટિવ કેસોમાં ડાઉન ટ્રેન્ડ શરૂ થયો હતો .

સુરત મનપા દ્વારા 1 લી માર્ચથી કન્ટ્રોલરૂમ , ધનવંતરી રથ , સર્વેલન્સની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હતી . તંત્ર- આરોગ્ય વિભાગ પણ હવે કોવિડની કામગીરીમાંથી ધ્યાન ડાયવર્ટ કરીને ફકત ૫૨ હેલ્થ સેન્ટરો પર જ વેક્સિન અને કોવિડ ટેસ્ટની કામગીરી કામગીરીમાં જોતરાયું યથાવત રાખવામાં આવી છે . છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા સિંગલ ડિજીટમાં નોંધાતી હતી . બુધવારે શહેરમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી . જે શહેર અને તંત્ર ખૂબ જ મોટી સિદ્ધિ કહી શકાય.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

23 મહિના પછી એક પણ પોઝિટિવ કેસ નહીં નોંધવાની સાથે એક પણ મૃત્યુ પણ નોંધાયું નથી. આ સાથે જ શહેર કોરોના મુક્ત બન્યું છે. તો બીજી તરફ વેક્સિનેશન તરફ પણ સુરત મહાનગરપાલીકાનું આરોગ્ય વિભાગ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તબક્કાવાર અલગ અલગ ઉંમર ધરાવતા લોકો બાદ હવે ગઈકાલથી 12 થી 15 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. તેમાં પણ 13 હજાર કરતા વધુ બાળકોને પહેલા જ દિવસે આવરી લેવામાં આવ્યા છે.

રાજ્યમાં કોર્બેવેક્સ વેક્સીનના 3.55 લાખ ડોઝ સૌથી પહેલા સુરત ખાતે પહોંચ્યા હતા. હૈદ્રાબાદથી સુરત ખાતે 26મી ફેબ્રુઆરીના રોજ પહોંચેલા આ જથ્થાને સિવિલ હોસ્પિટલ ખાતે સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો અને હવે તબક્કાવાર બાળકોના વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

શહેરમાં 12થી 15 વર્ષના 1.95 લાખ બાળકો

હાલ સુરત શહેરમાં 12થી 15 વર્ષના અંદાજે 1.95 લાખ બાળકો નોંધાયા છે. અલબત્ત, સુરત શહેરને કેન્દ્ર સરકાર દ્વારા 3.50 લાખ વેક્સીનેશનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી સુરત જિલ્લા સહિત નવસારી, તાપી, ડાંગ અને વલસાડના આરોગ્ય વિભાગને વેક્સીનેશનના ડોઝનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 12થી 15 વર્ષની ઉંમરના અંદાજે ચાર લાખ જેટલા બાળકો છે.

આ પણ વાંચો :

Surat : હાય રે બલિહારી ! શ્રમજીવી પરિવારે હોળી માટે જમા કરેલા રોકડા અને નવા કપડાં આગમાં બળીને ખાખ

Surat : વાતાવરણ બદલાતા જ શહેરમાં ડાયેરિયા અને ડિહાઈડ્રેશનના દર્દીઓ વધ્યા

Next Article