Surat : એરપોર્ટના રન વે પર એપ્રોચ લાઈટ ટૂંક સમયમાં લગાવાશે, મોટા વિમાનોની આવનજાવન સરળ બનશે

|

Jun 24, 2022 | 9:09 AM

સુરતમાં વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ (Air port) ગ્રુપના સભ્ય લિનેશ શાહે જણાવ્યું હતું કે લાંબા સમયથી સુરત એરપોર્ટ પર આવાગમન કરતી ફ્લાઈટના લેન્ડિંગમાં ઘણી વખત સમસ્યા સર્જાતી જોવા મળે છે

Surat : એરપોર્ટના રન વે પર એપ્રોચ લાઈટ ટૂંક સમયમાં લગાવાશે, મોટા વિમાનોની આવનજાવન સરળ બનશે
એરપોર્ટના રન વે પર એપ્રોચ લાઈટ લગાવાશે

Follow us on

સુરત (Surat)એરપોર્ટના (Air Port) વેસુ તરફના રનવેની આસપાસ બની ગયેલા બિલ્ડીંગોને કારણે આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ એટલે કે મોટા પહોળા વિમાનોના (Plane) એરાઇવલ અને ટેકઓફમાં તકલીફ પડતી હોવાની સમસ્યાનો એ ઉકેલ સૂચવાયો હતો કે વેસુ તરફના રનવેની સાથે ડુમસ તરફના રન-વે પર પણ જો કેટેગરી-વન પ્રકારની લાઇટ્સ લગાડવામાં આવે તો બોઇંગ-777 જેવા તોતીંગ વિમાનો પણ સુરત એરપોર્ટ પર આસાનીથી લેન્ડ કરી શકશે. ડુમસ તરફના રન-વેની આસપાસ ફ્લાઇટ્સના એરાઇવલ અને ટેકઓફમાં નડતરરૂપ બિલ્ડીંગો ન હોઇ મોટા વિમાનો આસાનીથી આવનજાવન કરી શકે એમ છે.

સુરતમાં વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્ય લિનેશ શાહે જણાવ્યું હતું કે લાંબા સમયથી સુરત એરપોર્ટ પર આવાગમન કરતી ફ્લાઈટના લેન્ડિંગમાં ઘણી વખત સમસ્યા સર્જાતી જોવા મળે છે, ઘણાં કિસ્સાઓમાં ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવી પડતી હોય છે, અથવા તો આકાશમાં ચક્કર મારીને અનુકૂળ સમયે લેન્ડીંગ કરવું પડતું હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે, વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્યોએ નિષ્ણાતોની સલાહ લીધા બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર પાઠવીને સૂચન કર્યું હતું કે કેટેગરી-વન એપ્રોચ લાઈટ્સને અપગ્રેડ કરવામાં આવે. જેમાં વેસુ તરફના રન-વેની સાથે ડુમસ રન-વે પર પણ કેટેગરી વન પ્રકારની લાઇટીંગ વ્યવસ્થા વિકસાવવામાં આવે.

એવી માહિતી મળી છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હેડક્વાર્ટર તરફથી સુરત એરપોર્ટને આ જ બાબત સંદર્ભે સૂચન મળ્યું છે કે રન-વે (વેસુ બાજુ) જ્યાં ઘણી બિલ્ડીંગોના અવરોધોને કારણે 2906 મીટરનો રન-વે પૂરો મળતો નથી. રન-વેને 615 મીટરથી ઘટાડીને 2291 મીટર કરવો પડ્યો છે, આ કારણોસર 777 પ્રકાર મોટા વિમાનો આ રનવેથી લેન્ડ થઇ શકે તેવી હાલ તુરત તો કોઇ શકયતા નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આવી સ્થિતિમાં સુરત એરપોર્ટના ડુમસ તરફના રન-વે પર પણ કેટેગરી વન એપ્રોચ લાઈટીંગ વ્યવસ્થા વિકસાવવી જોઇએ. જેથી કરીને ભવિષ્યમાં મોટા અને પહોળા વિમાનો ધરાવતી ઈન્ટરનેશનલ લાઈટ્સ સરળતાથી એરાઇવ થઇ શકે.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત એરપોર્ટના તરફના રનવે પર ટૂંક સમયમાં કેટેગરી-વન પ્રકારની લાઇટિંગ વ્યવસ્થાનું કામ શરૂ થઇ જશે.

Published On - 9:09 am, Fri, 24 June 22

Next Article