Surat : કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું, સહકારી આગેવાન મોહન પટેલ અને ચોર્યાસી તાલુકા પ્રમુખ, ભાજપનો ખેસ ધારણ કરશે

|

Aug 09, 2022 | 3:29 PM

પૂર્વ જિલ્લા કોંગ્રેસ (Congress ) પ્રમુખ અને સહકારી આગેવાન મોહન પટેલ ઉર્ફે મોહન ભાટિયા અને ચોર્યાસી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્કેશ પટેલ બારડોલી ખાતે ટાઉનહોલમાં સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કરશે

Surat : કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું, સહકારી આગેવાન મોહન પટેલ અને ચોર્યાસી તાલુકા પ્રમુખ, ભાજપનો ખેસ ધારણ કરશે
cooperative leader Mohan Patel and Choryasi taluka president will assume the mantle of BJP.(File Image )

Follow us on

સુરત (Surat ) શહેર – જિલ્લામાં નામશેષ થઈ ચુકેલી કોંગ્રેસ (Congress ) પાર્ટી માટે અચ્છે દિન હવે દિવા સ્વપ્ન સમાન બની ચુક્યા હોય તેમ ભાસી રહ્યું છે. એક પછી એક કોંગ્રેસ પાર્ટીને અલવિદા કરનારા નેતાઓની યાદીમાં વધુ બે નામો જોડાતા જિલ્લા કોંગ્રેસ સંગઠન ઉંઘતું ઝડપાયું હતું. આજે સવારે જ ચોર્યાસી તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહિત સહકારી આગેવાન મોહન પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે સત્તાવાર રીતે જોડાવવાની જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

એક તરફ ભાજપ અને આમ આદમી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીને પગલે સંગઠનને મજબૂત કરવા માટે રાત – દિવસ એક કરી રહ્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓમાં અંદરો – અંદરનો ગજગ્રાહ વધુને વધુ ઘેરો બની રહ્યો છે. સુષુપ્તા અવસ્થામાં પહોંચેલી સુરત જિલ્લા કોંગ્રેસના વધુ બે નેતાઓ કોંગ્રેસને અલવિદા કરી મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કરવાની વાત વાયુવેગે પ્રસરી જતાં કોંગ્રેસ સંગઠનમાં રાબેતા મુજબ સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી માહિતી અનુસાર માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સહકારી આગેવાન મોહન પટેલ ઉર્ફે મોહન ભાટિયા અને ચોર્યાસી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્કેશ પટેલ આવતીકાલે બારડોલી ખાતે ટાઉનહોલમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈની ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કરશે. આ અવસરે આ બન્ને નેતાઓની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો પણ ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આમ, વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એક વખતે જોડતોડની રાજનીતિ શરૂ થઇ ગઈ છે. અને તેમાં પણ સુરત જિલ્લામાં અત્યારસુધી સારું પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસ પાર્ટી હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મથી રહી છે. તેવામાં એક પછી એક નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કરતા આ વખતની ચૂંટણી કોંગ્રેસ માટે કપરા ચડાણ સમાન સાબિત થશે એ નક્કી છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article