સુરતને મળી વધુ એક સિદ્ધિ, ગુજરાતનું પ્રથમ વોટર+ શહેર જાહેર થતાં સીએમ રૂપાણીએ આપ્યા અભિનંદન

સુરત મહાનગરપાલિકાની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ભારતના ચાર શહેરોને વોટર+ શહેરો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં પ્રથમ શહેર તરીકે સુરતની પસંદગી થઇ છે.

સુરતને મળી વધુ એક સિદ્ધિ, ગુજરાતનું પ્રથમ વોટર+ શહેર જાહેર થતાં સીએમ રૂપાણીએ આપ્યા અભિનંદન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 9:38 PM

Surat: સુરતને વધુ એક સિદ્ધિ હાંસિલ થઈ છે અને આ સિદ્ધિ છે સુરતને પાણી બાબતે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)એ આ માટે સુરતવાસીઓને અભિનંદન આપતું ટ્વીટ પણ કર્યું છે. જેમાં તેમને સુરતને સ્વચ્છ સર્વેક્ષણમાં વોટર સર્ટિફિકેશન મળવા બદલ અભિનંદન આપ્યા છે.

ભારત સરકારના શહેરીકાર્ય અને આવાસ મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 દરમ્યાન વોટર પ્રોટોકોલ સર્ટિફિકેશનના 700 માર્ક્સ નક્કી કરવામાં આવ્યા હતા. વોટર+ પ્રોટોકોલનો હેતુ શહેરો અને નગરો દ્વારા ગંદા પાણીની વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ કર્યા બાદ તેનો નિકાલ થાય અને પર્યાવરણ જળસૃષ્ટિને નુકશાન ન પહોંચે તે માટે દિશા નિર્દેશ આપવાનો છે. વોટર+ પ્રોટોકોલમાં જે પેરામીટર્સ બનાવવામાં આવ્યા છે, તેમાં સુરત આગળ રહ્યું છે.

આ પેરામિટર્સમાં વેસ્ટ વોટરનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસ, ટ્રીટેડ વોટરનું ઓછામાં ઓછું રિયુઝ, રહેણાંક, કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં સુરક્ષિત ડ્રેનેજ કનેક્શન, શહેરી વિસ્તારમાં સમયાંતરે ડ્રેનેજની સાફસફાઈ, સ્ટોર્મ ડ્રેનેજની સાફ સફાઈ, ગંદા પાણીનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રોસેસિંગ, જેના સંચાલન માટે આવકના સ્ત્રોત ઉભા કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ પેરામિટર્સમાં થર્ડ પાર્ટી દ્વારા ફિલ્ડ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ખુલ્લા વિસ્તાર, 40 શૌચાલય, 12 ખુલ્લા રસ્તાઓ, 12 સ્ટેન્ડેલોન યુરિનલ અને 16 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મળી કુલ 92 લોકેશનનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાની મહામારીમાં પણ આ તમામ પેરામિટર્સમાં પણ સુરત ખરું ઉતર્યું હતું.

જેથી સુરત મહાનગરપાલિકાને ગુજરાતનું પ્રથમ વોટર+ શહેર જાહેર કરવામાં આવ્યું હતું. ભારતના કુલ 4 શહેરોને વોટર+ જાહેર કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા ભારતનું પ્રથમ એવું શહેર છે, જ્યાં ગંદાપાણીના પ્રોસેસિંગ માટે 11 જેટલા પ્લાન્ટ કાર્યરત છે. તથા ટ્રીટેડ વોટરના રિયુઝ માટે 3 પ્લાન્ટ કાર્યરત છે. જેના દ્વારા મહાનરપાલિકાને વાર્ષિક 140 કરોડ જેટલી આવક મળે છે.

આ પણ વાંચો : Surat: વિવિધ આવાસોના ફોર્મ હવે મનપાની ઝોન ઓફિસમાં પણ મળી શકશે

આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવી કાળજી
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
g clip-path="url(#clip0_868_265)">